News of Thursday, 9th August 2018

કેનેડામાં ૧૯ વર્ષીય શીખ યુવાન ગગનદીપસિંહ ઉપર ગોળીબારઃ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મૃત્‍યુ

ટોરોન્‍ટોઃ કેનેડામાં ૧૯ વર્ષીય શીખ યુવાન ગગનદીપસિંહ ઘાલીવાલ ઉપર અજાણ્‍યા શખ્‍સોએ ગોળીબાર કરી તેની હત્‍યા કરી છે. પોલીસ ડીપાર્ટમેન્‍ટના જણાવ્‍યા મુજબ ગગનદીપ સાથે રહેલા તેમનો પરિચિત પણ ઇજાગ્રસ્‍ત થયો છે.

પ્રાપ્ત માહિતિ મુજબ પ ઓગ.૨૦૧૮ રવિવારના રોજ ગગનદીપ લગ્ન પ્રસંગમાંથી પરત ફરી કોઇ સંબંધ સાથે વાત કરવા  નિવાસ સ્‍થાનમાંથી ગેરેજમાં આવ્‍યો હતો. તે સમયે તેના ઉપર ગોળીબાર થયો હતો. તેને તાત્‍કાલિક હોસ્‍પિટલે લઇ જવાયો હતો. જયાં થોડી વારમાં જ તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. તેની સાથે રહેલા પરિચિત પણ ઇજાગ્રસ્‍ત થયા હોવાથી તેમની સારવાર ચાલુ છે.

ગોળીબાર થવાનું કારણ જાણી શકાયુ નથી. પરંતુ પૂર્વયોજીત કાવતરૂ હોવાની શંકાના આધારે પોલીસ તપાસ ચાલુ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:19 pm IST)
  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં જેડીયુને સમર્થન આપ્યું ભાજપને નહીં ;બીજેડીએ કહ્યું કે વૈચારિક સમાનતાને કારણે જેડીયુને સમર્થન આપ્યું અને ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખ્યું છે : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીયુના અધ્યક્ષ નવીન પટનાયકએ જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર સાથે વાતચીત કર્યા બાદ જેડીયુના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપ્યું હતું access_time 12:27 am IST

  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST