News of Thursday, 9th August 2018

શિકાગો નજીક નેપરવીલ ટાઉનમાં ઇન્‍ડીયન કોમ્‍યુનીટી આઉટરીચ તથા નેપરવીલ સીટીના સંયુક્‍ત સહકારથી ભારતના ૭૨મા સ્‍વાતંત્ર્ય દિન તેમજ આ સંસ્‍થાની ચોથી ઇન્‍ડીયન પરેડની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવશેઃ બારમી ઓગષ્‍ટને રવીવારે સવારે ૧૧ વાગ્‍યાથી રાત્રે ૯:૩૦ કલાક દરમ્‍યાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું કરવામાં આવેલું આયોજનઃ બોલીવુડના પ્રખ્‍યાત પ્રાર્શ્વગાયક સુખવીન્‍દર સીંગ બોલીવુડ ફીલ્‍મના સુંદર ગીતો રજુ કરીને પ્રેક્ષકોને મનોરંજન પુરૂ પાડશેઃ ઇલીનોઇ રાજયના ૨૦૦માં વર્ષની પણ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવશે અને રાજયના ગવર્નર, લેફટનન્‍ટ ગવર્નર, કોંગ્રેસના ચુંટાયેલા આગેવાનો તેમજ શિકાગોના કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણ પણ હાજર રહેશેઃ રાત્રે ૯-૩૦ કલાકે આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવશે

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ શિકાગો નજીક નેપરવીલ ટાઉનમાં ઇન્‍ડીયન કોમ્‍યુનીટી આઉટરીય અને સીટી ઓફ નેપરવીલ સંસ્‍થાના સંયુક્‍ત સહકારથી ઓગષ્‍ટ માસની ૧૨મી તારીખને રવીવારના રોજ ભારતના ૭૨મા સ્‍વાતંત્ર્યદિન તેમજ આ સંસ્‍થાની ચોથી ઇન્‍ડીયન પરેડનું આયોજન કરવામાં આવેલ છે અને આ પ્રસંગે ઇલીનોઇ રાજયને ૨૦૦ વર્ષ જેટલો સમય પૂર્ણ થતો હોવાથી તેના ધ્‍વિશતાબ્‍દી વર્ષની પણ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે રાજયના ગવર્નર લેફનન્‍ટ ગવર્નર, તેમજ કોંગ્રેસના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય સમાજના આગેવાનો મોટી સંખ્‍યામાં હાજરી આપશે.

આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ ૧૨મી ઓગષ્‍ટે ભરતના ૭૨માં સ્‍વાતંત્ર્ય દિનની તેમજ ઇન્‍ડીયન કોમ્‍યુનીટી આઉટરીચ દ્વારા પ્રતિવર્ષે ઇન્‍ડીયન પરેડનુ આયોજન કરવામાં આવે છે અને તે મુજબ આ વર્ષે પણ ચોથી પરેડ યોજવામાં આવશે અને તે પરેડ નેપરવીલ સેન્‍ટ્રલ હાઇસ્‍કુલથી બપોરે ૪ વાગે શરૂ થશે અને સાંજના સાડાપાંચ વાગ્‍યા સુધીમાં નોચ પાર્કના મેદાનમાં આવી પહોંચશે અને ત્‍યાં આગળ તેની સમાપ્તી થશે.

સ્‍વાગત્ર્ય દિનની ઉજવણીનો કાર્યક્રમ ૧૧ વાગે શરૂ થશે અને બપોરે સાડાબાર વાગ્‍યાથી ત્રણ વાગ્‍યા દરમ્‍યાન સ્‍થાનિક ટેલન્‍ટ શોનું આયોજન તેમજ ચાર વાગે પરેડ હાઇસ્‍કુલમાંથી નિકળશે તેમજ સાંજના છ વાગે ફેશનશોનું આયોજન કરવામાં આવેલ છે ત્‍યારબાદ બોલીવુડના પ્રખ્‍યાત પાર્શ્વગાયક સુખવીન્‍દર સીંગ સુંદર ફીલ્‍મીગીતો દ્વારા ભારતીય સમુદાયના લોકોને મનોરંજન પૂરી પાડશે અને ત્‍યાર બાદ રાત્રે સાડા નવ વાગે આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવશે.

ભરતના ૭૨માં પ્રજા સત્તાક દિનની ઉજવણીમાં શિકાગો ખાતે આવેલ ભારતીય કોન્‍સ્‍યુલેટના કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણ પણ ભાગ લેશે અને તઓ નેધરવીલ ટાઉનમાં પધારી ભારતનું પ્રતિનિધિ કરશે આ પ્રસંગની ઉજવણી કરવા માટે ઇન્‍ડીયન કોમ્‍યુનીટી આઉટરીયના કાર્યકરો તેમજ નેપરવીલ સીટીની અધીકારીઓ તનતોડ મહેનત કરી રહેલ છે.

આ ઉત્‍સવની ઉજવણીવેળા ભીન્‍ન ભીન્‍ન પ્રકારના ખાણી પીણીના સ્‍ટોલોનું પણ આયોજન કરવામાં આવેલ છે અને પરિવારના તમામ સભ્‍યો સ્‍વખર્ચે તેનો લાભ લઇ શકશે આ કાર્યક્રમના આયોજકોએ સર્વેને પધારવા આગ્રહભરી વિનંતી કરેલ છે.

(9:16 pm IST)
  • બ્રિટિશ ઍરલાયન્સ પર ભડક્યા ઋષિકપુર ; ફેન્સને કહ્યું આઍરલાયન્સમાં ક્યારેય યાત્રા ના કરો : તેને બ્રિટિશ ઍરલાયન્સને રંગભેદી પણ ગણાવ્યું: બર્લિનમાં બાળકોની ઘટના સાંભળીને આઘાત લાગ્યો : મારી સાથે એકવાર નહીં બે વાર અભદ્ર વ્યવહાર થયો access_time 1:04 am IST

  • અમદાવાદમાં NCBએ CTM વિસ્તારમાંથી 1.5 કરોડનું કોકેઇન ડ્રગ્સ ઝડપ્યું :273 ગ્રામ કોકેઈન સાથે નાઇઝીરિયન શખ્સની ધરપકડ:ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ વેચવા લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું access_time 7:32 pm IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST