Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

‘‘ઉત્‍સવ'': સૌરાષ્‍ટ્ર પટેલ કલ્‍ચરલ સમાજ USAના ઉપક્રમે અમેરિકાના કેલિફોર્નિયામાં ૪ જુલાઇ થી ૭ જુલાઇ ૨૦૧૮ દરમિયાન આંતર રાષ્‍ટ્રિય અધિવેશન યોજાયું: વિદેશની ધરતી ઉપર વતનનું નામ રોશન કરવા બદલ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ વીડિયો દ્વારા શુભેચ્‍છા પાઠવી સમાજના યોગદાનને બિરદાવ્‍યું

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના ઓન્‍ટારિઓ, કેલિફોર્નિયામાં ૪ જુલાઇથી ૭ જુલાઇ ૨૦૧૮ દરમિયાન સૌરાષ્‍ટ્ર પટેલ કલ્‍ચરલ સમાજ (SPCS)નું આઠમું આંતર રાષ્‍ટ્રિય અધિવેશન યોજાઇ ગયું. જેને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ પ જુલાઇના રોજ વીડિયો દ્વારા શુભેચ્‍છા પાઠવી હતી તથા જણાવ્‍યું હતું કે ભારત દેશની જુની તથા નવી પેઢી વિદેશની ધરતી ઉપર વતનનું નામ રોશન કરી રહી છે તથા ભારતીય સંસ્‍કૃતિ દીપાવી રહી છે તે ગૌરવપદ બાબત છે.

‘‘ઉત્‍સવ''થીમ હેઠળ યોજાયેલા આ અધિવેશનમાં દેશ વિદેશોમાંથી ૨૫૦૦ જેટલા પ્રતિનિધિઓ ઉમટી પડયા હતા. કેલિફોર્નિયા ચેપ્‍ટર ઓર્ગેનાઇઝેશન કમિટીની યજમાનપદે યોજાયેલા અધિવેશનના ચેર તરીકે શ્રી હાર્દિક કાછડિયા તથા એકઝીકયુટીવ કમિટી પ્રેસિડન્‍ટ તરીકે શ્રી ધીરૂભાઇ વડોદરિયાએ જવાબદારી સંભાળી હતી. તેમજ ભાવિ પેઢીને કોમ્‍યુનીટી સેવાઓ માટે તૈયાર કરાઇ રહી હોવાનું તેમણે જણાવ્‍યું હતું.

SPCS અધિવેશનના યંગ પ્રોફેશ્‍નલ ગૃપના મુખ્‍ય વકતા તરીકે ઇન્‍ડિકોર્પ્‍સના કો-ફાઉન્‍ડર સુશ્રી રૂપલએ ઉદબોધન કર્યુ હતું. તથા પોતાની ઓળખ ભારતીય તરીકે જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. SPCS યંગ  પ્રોફેશ્‍નલ્‍સ બોર્ડ મેમ્‍બર સુશ્રી દિગીશા વડોદરિયાએ વર્તમાન સમયમાં કરવા જરૂરી એવા ફેરફારો કરી આ અધિવેશનમાં નોન વેજીટેરીઅન ફૂડ તથા આલ્‍કોહોલિક પીણાંના કિલ્‍પની સગવડ ઉમેરી વધુ લોકો ભાગ લઇ શકે તેવું આયોજન કર્યુ હોવાનું જણાવ્‍યું હતું.

યંગ પ્રોફેશ્‍નલ્‍શ બોર્ડના ઉપક્રમે યુવા સમુહ માટે અલગ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.જેમાં કોમ્‍યુનીટી આઉટરીચ, એન્‍ટરપ્રિનીઅરશીપ, તનાવ મુક્‍ત કઇ રીતે થવું, વ્‍યવસાય વૃધ્‍ધિ સેમિનાર, સહિતના આયોજનો કરાયા હતા. ઉપરાંત મનોરંજન કાર્યક્રમો, માતા-પિતા સાથેનો નાતો, સહિતની બાબતોને આવરી લેવાઇ હતી. NEC યંગ પ્રોફેશ્‍નલ્‍શ પ્રેસિડન્‍ટ શ્રી કુણાલ પરબદિયા તથા SPCS બોર્ડ મેમ્‍બર સુશ્રી પ્રિયા ધાનાણીએ પ્રાસંગિક વકતવ્‍ય રજુ કર્યુ હતું.

અધિવેશનમાં ફાઇનાન્‍શીઅલ પ્‍લાનીંગ, વીમેન એન્‍પાવરમેન્‍ટ, યોગા, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, ડાન્‍સ,ફેશન શો, ગરબા, સહિતના આયોજનો કરાયા હતા.

અધિવેશનના ચિફ ગેસ્‍ટ તરીકે શ્રી ગગજીભાઇ સુતરીઆ (સરધારગામ) તથા ગેસ્‍ટ ઓફ ઓનરતરીકે ડો.વલ્લભભાઇ કથિરીયા, શ્રી વલ્લભભાઇ કાકડિયા, સુશ્રી જાગૃતિબેન પટેલ, ડો.દયાલ મેહશ્રી, શ્રી નરેશ સોલંકી, ઇસ્‍ટવેલ મેયર કિલન્‍ટ લોરીમોર, શ્રી જીતુભાઇ તંતી, શ્રી હેરી સિધ્‍ધુ, શ્રી બી.યુ.પટેલ,તથા શ્રી ઉકાભાઇ સોલંકીએ હાજરી આપી હતી.

અધિવેશન કમિટીમાં કન્‍વેન્‍શન ચેર તરીકે શ્રી હાર્દિક કાછડિયા, કો-ચેર તરીકે શ્રી ધીરૂભાઇ વડોદરીયા, ફચ્‍ઘ્‍ સેક્રેટરી શ્રી ભાનુ ચકલાશિયા, ફચ્‍ઘ્‍ ટ્રેઝરર શ્રી દિપક પટેલ, ઘ્‍ખ્‍ પ્રેસિડન્‍ટ શ્રી આશિષ શેલડીઆ, ઘ્‍ખ્‍ સેક્રેટરી શ્રી પરેશ પટેલ, ઘ્‍ખ્‍ ટ્રેઝરર શ્રી યજ્ઞેશ સાંગાણી, ઘ્‍ખ્‍ જોઇન્‍ટ સેક્રેટરી શ્રી વિરલ પાનસુરીઆ, ઘ્‍ખ્‍ પાસ્‍ટ પ્રેસિડન્‍ટ શ્રી શરદ રીબડીઆ, ઘ્‍ખ્‍ વીમેન ફોરમ સુશ્રી ભારતી લુણાગરીઆ, ગ્‍બ્‍વ્‍ ચેર શ્રી ચતુરભાઇ પટેલ, ગ્‍બ્‍વ્‍ વાઇસ ચેર શ્રી મનુભાઇ માલવિઆ, ઘ્‍ખ્‍ પાસ્‍ટ પ્રેસિડન્‍ટ શ્રી મનુભાઇ સવાણીનો સમાવેશ થાય છે. તેવું શ્રી હાર્દિક કાછડિયાના અહેવાલ સાથે શ્રી ગોરધનભાઇ ધાનાણી ૬૭૮-૫૨૪-૮૫૧૧ની યાદી જણાવે છે.

 

(9:06 pm IST)
  • મોરબી રોડ ચેકપોસ્ટ પાસે ડમ્પરે એકટીવાને ઠોકર મારતા દેરાણી-જેઠાણીના મોત: બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ખોડુભા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો access_time 4:35 pm IST

  • રેલરાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ યુવતી પર બળત્કાર અને ધમકાવાના મામલે ગુન્હો નોંધાયો ; આસામ પોલીસે નગાવ જિલ્લામાં 24 વર્ષની મહિલા પર દુષકર્મ અને તેને ધમકાવવા મામલે ફરિયાદ નોંધી છે access_time 1:14 am IST

  • યુપી સરકાર પોતાના ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવે : બસતી જિલ્લામાં નેશનલ હાઈવેનો નિર્માણધીન ફ્લાયઓવર ધરાશાયી થતા અખિલેશ યાદવે સરકાર પર કર્યા પ્રહાર :અખિલેશે કહ્યું હાલની સરકારે ભ્રષ્ટ્રાચારની તપાસ માટે સ્થાયી આયોગ બનાવવો જોઈએ access_time 12:16 am IST