<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ક્યુબામાં વહેલી સવારે ૬.૮ ની તીવ્રતાનો મહા ભૂકંપ: રવિવારે રાતથી જ આંચકા આવવાના શરૂ થઈ ગયા હતા: આજ સુધીનો સૌથી મોટો ભુકંપ : ક્યુબામાં વહેલી સવારે ૬.૮ ની તીવ્રતાનો મહા ભૂકંપનો જબ્બર આંચકો, અનેક ઈમારતોને નુકશાન. : ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે સેન્ટિયાગો ડી ક્યુબા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોની ઇમારતો ધ્રૂજી ઊઠી. આ અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ હોવાનું ગણાવાય છેઃ : યુએસ નેશનલ સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે સુનામીનો કોઈ ખતરો નથી. : ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે ટ્વિટર પર જણાવ્યું હતું કે ભૂસ્ખલન પણ થયું હતું અને ઘણા ઘરો અને પાવર લાઈનોને નુકસાન થયું છે. : રવિવારે રાતથી જ ભૂકંપના આંચકા આવવા લાગ્યા હતા અને સવાર સુધી લોકોએ અનુભવ્યા હતા.9:27 AM IST

એસીબી વડા,આઇબી વડા અંગે શું નિર્ણય કરવો? ગાંધીનગર હજુ અનિર્ણિત સ્‍થિતિમાં અટવાયું છે? : રાજકોટ રૂરલ એસપી ડીઆઇજી બની ગયા પછી પણ મૂળ સ્‍થાને!! ઐતિહાસિક ઘટના , રાજકોટ થી લાંબા સમય થયા બદલાયેલ ડીસીપી ડો. સુધીર દેસાઈ, અને તત્‍કાલીન એડી સીપી વિધિ ચોધરી હજુ પોસ્‍ટીંગ વગર ઘેર બેઠા છે : ડીવાયએસપી લેવલે બદલીઓમાં ગાંધીનગરમાં સહમતિ ન સધાતા ૮ તાલીમી અધિકારીના પોસ્‍ટીંગ કરી સંતોષ માનવો પડયો : જૂનમાં નિવળત્ત થનાર મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય પછીના સિનિયર શમશેર સિંઘને. કેન્‍દ્ર દિલ્‍હીમાં મૂકવા માગે છે, પોણા પાંચ વર્ષથી ગુજરાતની જેલોમાં કેદીઓને આત્‍મનિર્ભર માટે ઝઝૂમતા ડો.કે. એલ.એન. રાવનાં ભાગ્‍ય ખુલશે કે નહિ? હોટ ટોપિક3:45 PM IST

વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતે ૨૩ વર્ષમાં કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ કર્યો : પિયત વિસ્તાર ૬૨ લાખ હેક્ટર થયો : એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન વધીને ૨૦૨૨-૨૩માં ૨.૭ લાખ કરોડે પહોંચ્યું : ભુપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રીએ ખેડૂતો માટે પોષણક્ષમ ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદીનો રાજ્ય વ્યાપી પ્રારંભ હિંમતનગરથી કરાવ્યો : રાજ્યભરમાં ૯૦ દિવસ સુધી ૧૬૦થી વધુ ખરીદ ક્ષેત્ર પરથી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી કરાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ખેડૂતોના આર્થિક હિત માટે કાર્યરત : સમગ્ર રાજ્યમાં વેચાણ માટે ૩.૭૦ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ4:50 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST