તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th November 2024
બેરૂત પર ઇઝરાયલે કર્યો સૌથી મોટો હુમલો:20થી વધુ લોકોના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ઈઝરાયલી સેનાએ રવિવારે લેબેનોનની રાજધાની બેરૂતના ઉત્તર વિસ્તારમાં હવાઈ હુમલા કર્યા. આ હુમલામાં બે ડઝનથી વધુ લોકોના મોત થઈ ગયા. જ્યારે, લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે કે હુમલો ઉત્તર બેરૂતના આલમાત ગામમાં થયો, જેમાં 20 લોકોના મોત થયા છે. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઈન્ટરનેશનલ મીડિયાના અનુસાર, જે વિસ્તારમાં હવાઈ હુમલો થયો છે, ત્યાં હિઝબુલ્લાહનો મોટો અડ્ડો છે. જોકે, ઈઝરાયલ તરફથી આ હુમલાને લઈને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ પહેલા ઈઝરાયલી હુમલામાં શનિવારે ગાઝાના ઉત્તર વિસ્તાર જબાલિયામાં એક શરણાર્થી શિબિરને નિશાન બનાવાયા. જેમાં 17 લોકોના મોત થયા. ગાઝા સિટીના અલ-અહલી હોસ્પિટલના નિર્દેશક ડોક્ટર ફાદલ નઈમે જણાવ્યું કે, માર્યા ગયેલા લોકોમાં નવ મહિલાઓ સામેલ હતી. તેમણે જણાવ્યું કે મરાનારાની સંખ્યા વધી શકે છે, કારણ કે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે, ઈઝરાયલે કહ્યું કે, તેને જબાલિયામાં એક એવા ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જ્યાં આતંકવાદી સક્રિય હતા. જો કે, ઈઝરાયલી સેનાએ તેના કોઈ પુરાવા શેર કર્યા નથી.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
