તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th November 2024
મોબાઇલ આઇડી પર ક્રિકેટનો સટ્ટો રમતાં ગોૈતમ રામાણી દબોચાયોઃ અનીલ ગોલતર, મલય પોબારૂના નામ ખુલ્યા
પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયાની ટીમનો દરોડોઃ અગાઉ ગોૈતમ પોલીસને ચકરાવે ચડાવી છટકી ગયો હતોઃ આ વખતે રંગેહાથ પકડી લેવાયો : મહિપાલસિંહ ઝાલા, હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, અને હરદેવસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૧૧: શહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમી શકાય અને સોદા થઇ શકે તે માટે તથા લાઇવ કેસીનોની રમતમાં રૂપીયાની હારજીત થઇ શકે તે માટેની માસ્ટર આઇડીમાંથી અન્ય લોકોને આઇડી આપી જુગાર રમાડતાં એક શખ્સને પીસીબીની ટીમે પકડી લીધો છે. જ્યારે બે શખ્સો કે જેણે માસ્ટર આઇડી આપી હતી તેના નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે.
જાણવા મળ્યા મુજબ પીસીબીની ટીમ જૂગારના કેસ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, હેડકોનસ. ઘનશ્યામસિંહ ચોૈહાણ અને હરદેવસિંહ રાણાને બાતમી મળતાં સંત કબીર રોડ અલ્કાપાર્ક-૭ના ખુણે રોડ પર ત્રાટકી ગોૈતમ સુરેશભાઇ રામાણી (ઉ.વ.૩૦-રહે. મારૂતિનગર-૧, કુવાડવા રોડ)ને પકડી લીધો હતો. આ શખ્સ પોતાની પાસેના મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચ પર રન ફેરના સોદાઓ થઇ શકે તે માટેની તથા લાઇવ કસીનોમાં જૂગાર રમી શકાય તે માટેની આઇડી ધરાવતો હતો. તેના આધારે જૂગાર રમતો અને રમાડતો હતો.
તેને સકંજામાં લઇ રૂા. દસ હજારનો મોબાઇલ ફોન કબ્જે લેવાયો હતો. આઇડી બાબતે પુછતાછ કરવામાં આવતાં તેણે માસ્ટર આઇડી આપનારા તરીકે અનિલ ગોલતર અને મલય પોબારૂના નામ આપતાં તેની શોધખોળ થઇ રહી છે. પીસીબીની ટીમ અગાઉ પણ માહિતીને આધારે ગોૈતમ રામાણી સુધી પહોંચી હતી. પરંતુ તેણે જે તે વખતે પોલીસને પણ ચકરાવે ચડાવી દીધી હતી અને પોતે કોઇ જુગાર રમતો રમાડતો નથી તેવો દેખાવ ઉભો કર્યો હતો. આ વખતે પોલીસે રંગેહાથ દબોચ્યો હતો. બીજા બે શખ્સ ઝડપાયા બાદ વધુ વિગતો ખુલવાની શક્યતા છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, હરદેવસિંહ રાણા, કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, રાહુલગીરી ગોસ્વામી, ગિરીરાજસિંહ જાડેજા, કોન્સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર અને હિરેનભાઇ સોલંકીે આ દરોડો પાડયો હતો.
(3:58 PM IST)










