<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

ટંકારા મામલતદાર કચેરીએ કલેકટરનું સરપ્રાઇઝ ચેકિંગઃ ૭ કર્મચારીઓ ગેરહાજર

(જયે ભટાસણા દ્વારા) ટંકારા તા.૧૧ : દિવાળીના પર્વને ધ્‍યાને લઈને મહિનાના ઙ્કથમ શનિવારે સરકારે રજા જાહેર કરી હતી. જેના બદલે  બીજા શનિવારે ચાલુ દિવસ રાખવામાં આવ્‍યો હતો. જેથી મોરબી જિલ્લા કલેકટર દ્વારા  ટંકારા મામલતદાર કચેરી ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

આ દરમિયાન એટિવીટી, જન સુવિધા કેન્‍દ્ર, ઈ- ધરા સહિતના કેન્‍દ્ર ઉપર જાત તપાસ હાથ ધરી હતી. મુવમેન્‍ટ રજીસ્‍ટરમાં એન્‍ટ્રી ન હતી. એવા સાત કર્મચારીઓને ખુલાસો નોટિસ આપી મામલતદાર ટંકારાને રિપોર્ટ કરવા આદેશ કરવામાં આવ્‍યો છે.

(11:50 AM IST)