તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th November 2024
સંતોનું સાનિધ્ય - સત્સંગ એ મારા માટે સૌભાગ્યની વાત : નરેન્દ્રભાઈ મોદીએ વડતાલ મહોત્સવમાં વર્ચ્યુઅલ સંબોધન કર્યું

રાજકોટ તા.૧૧ :
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે વડતાલ ખાતે આયોજિત દ્વિ શતાબ્દી મહોત્સવમાં વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પૂજ્ય રાકેશપ્રસાદ મહારાજ સહિતના સંતોએ વર્ચ્યુઅલ સ્વાગત કર્યું હતું. શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સ્વામિનારાયણ ભગવાનને નમન કરીને સંબોધનની શરૂઆત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે સંતોનું સાનિધ્ય અને સત્સંગ મારા માટે સૌભાગ્યની વાત છે મારી ઈચ્છા વડતાલ રૂબરૂ આવવાની હતી પરંતુ સમય અને સંજોગો મુજબ આવી શક્યો નથી.
શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ભારત સરકાર દ્વારા વડતાલ મંદિરના 200 મા શતાબ્દી મહોત્સવ અંતર્ગત ₹200 ના ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું હતું.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
