તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th November 2024
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં આજે બપોરે ૩ વાગ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશેઃ જબરો જંગ જામ્યો છેઃ ૬ બેઠક બિનહરીફ
સંસ્કાર પેનલના પાંચ ફોર્મ પાછા ખેંચાય તેવી શકયતાઃ ફોર્મ રદ્દ થવા સામે કાનૂની જંગની સંભાવના

રાજકોટ તા. ૧૧: રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે જબરો જંગ જામ્યો છે, સહકાર પેનલના ર૮ ફોર્મ સામે સંસ્કાર પેનલના કુલ ૧પમાંથી પના ફોર્મ રદ્દ થયા છે, આજે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે, બપોરે ૩ વાગ્યે ચિત્ર સ્પષ્ટ થશે. કૂલ હાલ ૪૬ ઉમેદવારો મેદાનમાં છે.
સંસ્કાર પેનલના કલ્પકભાઇ મણિયાર, મિહિર મણિયાર, નિમેશ કેસરીયા, હિમાંશુ ચિનોય સહિત સહકાર પેનલના વલ્લભભાઇ ઝડફિયાના ફોર્મ કલેકટર વિવિધ કારણોસર રદ્દ કરી નાંખ્યા હતા.
જયારે ઉપરોકત પેનલના દીપક અગ્રવાલ, જયંતભાઇ ધોળકીયા, લલિત વડેરીયાના ટેકેદારોએ શનિવારે પોતાનો ટેકો પાછો ખેંચ્યાની અરજી કલેકટરને આપી હતી, આ મુદ્દે કલેકટર તંત્રના અધિકારીઓએ જણાવેલ કે સુરતમાં ટેકેદારોની ખોટી સહીને કારણે ઉમેદવારી રદ્દ કરાઇ હતી, જયારે અહીં ઉમેદવારી પત્રમાં સહી સાચી છે, અને સહી સાચી હોવાથી ફોર્મ ભરાયા બાદ ટેકો પાછો ખેંચવામાં આવે તો નિયમો મુજબ ઉમેદવારી રદ્દ થઇ શકે નહીં.
બિનહરિફ ઉમેદવારો
દરમિયાન સહકાર પેનલના શ્રી જયોતિન્દ્ર મામા એ જાહેર કર્યું છે કે અમારી પેનલના એક ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણોસર અમાન્ય ઠરાવાયું છે, આજે બપોરે ૩ વાગ્યા બાદ અમારા ૬ ઉમેદવારો બીનહરીફ જાહેર થશે, જેમાં સર્વશ્રી મંગેશજી જોષી (મુંબઇ), દિપકભાઇ બકરાણીયા (મોરબી), હસુભાઇ હિંડોચા (જામનગર), સુરેન્દ્રભાઇ પટેલ (અમદાવાદ), લલિતભાઇ વોરા (ધોરાજી), અને નવીનભાઇ પટેલનો સમાવેશ થાય છે.
સંસ્કાર પેનલના ઉમેદવારો
હિનાબેન બોઘાણી, દિપકભાઇ અગ્રવાલ, જયંતભાઇ ધોળકીયા, દીપકભાઇ કારીયા, વિજયભાઇ કોરીયા, પંકજભાઇ કોઠારી, વિશાલભાઇ મીઠાણી, ડો. ડી. કે. શાહ, નીતાબેન શેઠ, લલીતભાઇ, વડેરીયા કાળુમામા, ભાગ્યેશભાઇ વોરા.
સહકાર પેનલના ઉમેદવારો
માધવભાઇ દવે, દીનેશભાઇ પાઠક, જીવણભાઇ પટેલ, સુરેન્દ્રભાઇ પટેલ, અશોકભાઇ ગાંધી, ચંદ્રેશભાઇ ધોળકીયા, કિર્તીદાબેન જાદવ, નવનીતભાઇ પટેલ, જયોતિબેન ભટ્ટ, જયશ્રીબેન શેઠ, રાકેશભાઇ શેઠ, હસમુખભાઇ હિંડોચા, લલીતભાઇ વોરા, રમેશભાઇ અઘેરા, દીપકભાઇ બકરાણીયા, પ્રદિપભાઇ જૈન, શશ્રૈલેષભાઇ મકવાણા, મંગેશજી જોશી, હસુભાઇ ચંદારાણા, વિજયભાઇ કોઠારી, દેવાંગભાઇ માંકડ, બ્રીજેશભાઇ મલ્કાન, ડો. એન. જે. મેઘાણી, કલ્પેશભાઇ ગજજર, વિક્રમસિંહ પરમાર, ચિરાગભાઇ રાજકોટીયા, ભૌમિક શાહ, સુનિલભાઇ ટેકવાણી, ગણેશભાઇ ઠુમ્મર.
દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષી ગોંડલ દોડી ગયા છે, તેમણે ‘‘અકિલા''ને જણાવેલ કે મારી પાસે અથવા તો જીલ્લા રજીસ્ટ્રાર શ્રી વિમલભાઇ પાસે બપોરે ૩ સુધીમાં ફોર્મ કેટલા પાછા ખેંચાયા તે અંગે ચિત્ર સ્પષ્ટ થશે.
દરમિયાન જીલ્લા રજીસ્ટ્રાર શ્રી વિમલભાઇએ ‘‘અકિલા''ને જણાવેલ કે બપોરે ર સુધીમાં હજુ એક પણ ફોર્મ પાછું ખેંચાયું નથી, બપોરે ૩ વાગ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
(4:05 PM IST)










