તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Sunday, 10th November 2024
નેતાજીના વંશજનોનો વડાપ્રધાનને અનુરોધ
બોઝના અવશેષોને જાપાનમાંથી પાછા લાવો

કોલકાતા: નેતાજી સુભાષચંદ્ર બોઝના પરપૌત્ર ચંદર કુમાર બોઝે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અનુરોધ કર્યો છે કે, નેતાજીના અવશેષો હજી જાપાનના રૈન્કોકજી મંદિરમાં છે. જે આવતા વર્ષની ૨૩ જાન્યુઆરીની સુભાષચંદ્રની વર્ષગાંઠ પહેલાં ભારતમાં લાવવામાં આવે અને દિલ્હીના કર્તવ્ય પથમાં તેમના માનમાં સ્મારક બાંધવામાં આવે. તેઓએ અગાઉ પણ વારંવાર આવી વિનંતી કરી છે. છેલ્લી વિનંતી ૧૭ ઓગસ્ટ કરી હતી.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
