તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th November 2024
હિટમેન ટીમ સાથે નહિ જાય, પ્રથમ ટેસ્ટ નહિ રમે
રોહિત બીજી વખત પિતા બનવાનો હોય તેની પત્ની સાથે રેહેશઃ ઓસ્ટ્રેલીયા સામે પ્રથમ ટેસ્ટમાં બુમરાહ કેપ્ટનશીપ સંભાળશે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલીયા સામે પાંચ મેચની ટેસ્ટશ્રેણી રમવાની છે. જેમાં પ્રથમ મેચ ૨૨ નવેમ્બરથી પર્થમાં રમાશે. પરંતુ તે પહેલા ટીમ ઇન્ડિયા માટે એક મોટા આંચકાજનક સમાચાર સામે આવ્યા. માહીતી અનુસાર ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ટીમ સાથે નહીં જાય.
રોહિત શમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ નહી રમે. તેની જગ્યાએ વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહ કમાન સંભાળી શકે છે.કેપ્ટન રોહિત બીજી વખત પિતા બનવા જઇ રહયો છે. એવું માનવામાં આવે છે કે રોહિતની પત્ની રિતિકા સજદેહ આગામી થોડા દિવસોમાં બાળકને જન્મ આપી શકે છે. આવી સ્થિતિમાં રોહિત તેની સાથે રહેશે.
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે રોહિત શર્મા પ્રથમ બેચમાં ટીમ ઇન્ડિયા સાથે ઓસ્ટ્રેલીયા જઇ શકે છે અને જો જરૂર પડશે તો તે પ્રથમ અને બીજી ટેસ્ટ વચ્ચે પાછો પણ આવી શકે છે. પરંતુ હવે આ તમામ શકયતાઓ ખતમ થઇ ગઇ છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
