<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

રાજકોટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભઃ ૯૦૦ થી ૧ર૦૦ રૂપીયા ભાવ બોલાયો

રાજકોટની આજુબાજુના વિસ્‍તારોમાંથી ખેડુતો વેચાણ માટે ઉમટયા

રાજકોટ, તા.૧૧: રાજકોટ સહિત સમગ્ર રાજ્‍યભરમાં આજથી ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીન સહિતની જણસીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. ચાલુ વર્ષે રાજ્‍ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીના -તિ ૨૦ કિલો ૧૩૫૬ રૂ. જાહેર કરવામાં આવ્‍યા છે. ત્‍યારે રાજકોટ જુના માર્કેટિંગ યાર્ડ ખાતે લોધીકા તાલુકો, કોટડા સાંગાણી તાલુકો તેમજ રાજકોટ તાલુકાના ખેડૂતો મગફળી વેચવા માટે આવ્‍યા હતા.

ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના રૂ. ૯૦૦થી લઈ ૧૧૫૦ તેમજ ૧૨૦૦ રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. જેની સરખામણીએ સરકાર દ્વારા ૧૩૫૬ જાહેર કરતા ખેડૂતો હાલ પોતાની મગફળી ઓપન માર્કેટમાં વેચવાની જગ્‍યાએ ટેકાના ભાવે સરકારને વેચી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને ટેકાના ભાવ કરતા ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા હતા. જેના કારણે ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવે નહીં વેચીને ઓપન માર્કેટમાં વેચતા હતા. પરંતુ ચાલુ વર્ષે ટ્રેન્‍ડ બદલાયો છે જેના કારણે ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવે વહેંચી રહ્યા છે. સૌરાષ્‍ટ્રમાં ઓગસ્‍ટ, સપ્‍ટેમ્‍બર, તેમજ ઓક્‍ટોબર મહિનામાં સતત વરસાદ વરસતા મગફળી સહિતના પાકોમાં નુકસાન પહોંચ્‍યું હતું. જેની અસર પણ ખેડૂતોને હાલ મગફળીના ભાવમાં જોવા મળી રહી છે. ચાલુ વર્ષે સરકારના નિયમ મુજબ એક બારદાનમાં ૩૬ કિલો મગફળીની ભરતી હોવી જરૂરી છે. તેમજ ૨૦૦ ગ્રામ મગફળીમાં ૧૪૦ ગ્રામ દાણા નીકળવા જોઈએ. સરકાર દ્વારા વધુમાં વધુ બે હેક્‍ટર ૨૦૦ મણ મગફળીની ખરીદી કરવામાં આવશે.

ખેડૂતોએ જણાવ્‍યું હતું કે આ વખતે રાજ્‍ય સરકારના સારા એવા ભાવ મળી રહ્યા છે અને તેમની પદ્ધતિ પણ ખૂબ સારી છે. જેમના કારણે આજે અમે મગફળી ઓપન માર્કેટ કરતા રાજ્‍ય સરકારે નક્કી કરેલા ભાવ અને વધુ મળી રહ્યા છે. આ વખતે રાજ્‍ય સરકારે -ોસેસ પણ સરળ કરી હતી તેમના કારણે અમને ઘણો બધો ફાયદો પણ થયો છે. રજીસ્‍ટ્રેશન કરાવવામાં પણ અમને ઘણી બધી સરળતા પડી છે.

(4:33 PM IST)