તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th November 2024
અમદાવાદ સોલા સિવિલમાં શરદી ખાંસી તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનના કે 6,663 જેટલા દર્દી નોંધાયા
એક મહિના જેટલા અરસામાં સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનના 13 હજારથી વધુ દર્દીઓને સારવાર અપાય

અમદાવાદ : સોલા સિવિલમાં છેલ્લે એક સપ્તાહમાં ડેન્ગ્યુના 117 શંકાસ્પદ કેસ આવ્યા છે, જે પૈકી 10 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, મેલેરિયાના 195 શંકાસ્પદમાંથી 12ના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે શરદી ખાંસી તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનના કે 6,663 જેટલા દર્દી નોંધાયા છે. એક મહિના જેટલા અરસામાં સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનના 13 હજારથી વધુ દર્દીઓને સારવાર અપાય છે.
એક મહિના જેટલા અરસામાં વાયરલ હિપેટાઈટિસના 38 જેટલા કેસ આવ્યા છે, ગત સપ્તાહે જ 5 નવા કેસ આવ્યા હતા. જ્યારે ટાઈફોઈડના મહિનામાં 17 દર્દીને સારવાર અપાય છે, એ જ રીતે એક મહિનામાં એચ1એન1 એટલે કે સ્વાઈન ફલૂના 133 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 3 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. છેલ્લા એક મહિનામાં ચિકન ગુનિયાના 164 શંકાસ્પદ દર્દી સારવાર માટે આવ્યા છે, જે પૈકી 26 દર્દીના રિપોર્ટ કન્ફર્મ થયા છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
