Gujarati News

Gujarati News

ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથવાર ૨ સરકારી તબીબો રિમાન્ડ પર.. કોરોના કાળમાં ટેન્ડરમા લાખો રૂપિયાના લાંચની ચર્ચા પરથી પડદો હટશે..: ૮ લાખની લાંચ લેતા અગાઉ ૧૦ લાખની લાંચ અમદાવાદ સિવિલ ના ઇન્ચાર્જ આર.એમ.ઓ. તથા ઇન્ચાર્જ વહીવટી અધિકારીઓ લીધા છેઃ ૧૦ લાખ રી કવર કરવા માટે એસીબી વડા કેશવ કુમારના માર્ગદર્શન હેઠળની અનુભવી મદદનીશ નિયામક કે.સી. ચુડાસમા ટીમ સક્રિય : ૧ કરોડ ૧૮ લાખનું બિલ મંજુર કરવા પ્રથમ ૩૦ ટકા બાદ રકઝક અંતે ૧૬ લાખ નકકી કરવામાં આવેલઃ ૧૦ લાખ બે તબકકે લીધાનું એસીબી પાસે ફરીયાદની કબુલાતઃ રાજયભરની સિવીલ હોસ્પિટલ સામે એવા પ્રકારની ફરીયાદો સામે તપાસ કરવા ઉચ્ચ લેવલે ગંભીરતા પૂર્વક વિચારણા.. access_time 11:33 am IST

  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST

  • લવ જેહાદ કરવાવાળા સુધરી જાવ ,નહીં તો ' રામ નામ સત્ય છે ' ની યાત્રા નીકળશે : હાઇકોર્ટની ટિપ્પણી બાદ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કડક ચેતવણી : બહેન દીકરીઓની જિંદગી સાથે રમત કરનારાઓને માફ નહીં કરાય access_time 6:06 pm IST