Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

SGVP ગુરુકુલમાં ઉજવાયેલ ઓન લાઇન શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૦મો પાટોત્સવ

અડાલજ વાવના જળને કુંભ દ્વારા લાવતા જળયાત્રીઓનું સ્વાગત

અમદાવાદ તા.૩૧ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ગુરુકુલમાં ઇ.સ. ૨૦૦૦ ની સાલમાં અખંડ ભગવત્ પરાયણ અ.નિ.પૂજ્ય જોગી સ્વામીના વરદ હસ્તે સંત આશ્રમમાં વેદોક્ત વિધિથી શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

   તેને આજે ૨૦ વરસ પુરા થતા પૂ.માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી, કોરોના મહામારીને કારણે ફકત સ્થાનિક સંતોની ઉપસ્થિતિમાં સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશોનું પાલન સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ઓન લાઇન શ્રી ઘનશ્યામ મહારાજના ૨૦મા પાટોત્સવ વેદોક્ત વિધિથી ઉજવાયો હતો.

  પાટોત્સવની પૂર્વ સંઘ્યાએ જે વાવમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ૫૦૦ પરમહંસોએ સ્નાન કરેલ છે તે  પ્રસાદીભૂત અડાલજ વાવના જળને ઋષિકુમારો અને સંતો દ્વારા કુંભ ભરીને લાવતા, વૈદિક મંત્રો સાથે  પૂ. માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજીએ જળયાત્રિકોનું સ્વાગત કરેલ.

     ત્યારબાદ વહેલી સવારે વૈદિક મંત્રો સાથે અડાલજ વાવ જળ, ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, કેસરજળ, પંચગવ્ય, વગેરેથી પૂ. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે શ્રી ઘનશ્યામ મહારાજને અભિષેક કરવામાં આવ્યો હતો

     ત્યારબાદ મૂર્તિઢગ ફુલની પાંખડીઓથી ભગવાનનું પૂજન કરવામાં આવેલ.

 આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામીએ પાટોત્સવનો મહિમા ઓન લાઇન સમજાવ્યો હતો.

(1:48 pm IST)