Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

પતિએ પત્નીનું ફેક ID બનાવી બદનામ કરવાની કોશિશ કરી

પરસ્ત્રી સાથેના પતિના સંબંધનો વિરોધ કર્યો હતો : સુરતમાં પતિએ આઈડી બનાવી છોકરા સાથે ફ્રેન્ડશીપ કરી હોવાનો ખોટા પુરાવા ઊભા કરી પત્નીને બદનામ કરી

સુરત,તા.૩૧ : સુરતમાં એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને એક વાર વિચારમાં પડી જશો યુવતીના લગન બાદ તેને માલુમ પડે છે કે પતિના અન્ય કોઈ યુવતી સાથે સંબંધ છે. જોકે પરિણીતાએ સંબંધનો વિરોધ કરતા ખુદ તેનો પતિ તેનું એક સોશિયલ મીડિયામાં એક એકાઉન્ટ બનાવી તેને બદનામ કરવાનું શરૂ કરે છે. જોકે મામલે પરીણિતા પોતાના પતિ અને સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુરતમાં એક પરિણીતાને એવો તેના પતિ અને સાસરિયાનો કડવો અનુભ થયો છે. જે જોઈને ભલાનાં રુંવાડા ઊભા થઈ જાય. સુરતના રૂદરપુરાના કુંભારવાડમાં રહેતા પરિવા માં યુવતીના પરિવારની રાજી ખુશીથી લગ્ન થયા હતા. જોકે, લગ્નના થોડા દિવસમાં પરિણીતાને પોતાના પતિનો અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબધ સાથે શારીરિક સંબંધ હોવાનું સામે આવતા પરિણીતાએ પોતાના સાસુ અને સસરા ને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. જેન લઈને પરિવારમાં હંગામો મચી જતા પતિ દ્વારા  પરસ્ત્રી સાથે સંબંધ રાખવાની બાંહેધરીએ પરિણીતાને આપવામાં આવી હતી.

જોકે પરિણીતાએ કરેલા તમાશા બાદ પતિ અને સાસરીયાઓએ પરિણીતાના પિતાની દુકાન માંગી હતી જે આપવાની ના પાડતા પતિએ પત્નીને બદનામ કરવા સોશિયલ મીડિયા પર પત્નીના નામનું બોગસ આઈડી બનાવી છોકરા સાથે ફ્રેન્ડશીપ કરી હોવાનો ખોટા પુરાવા ઊભા કરી પત્નીને બદનામ કરી હતી અને મામલે દરોજ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. જોકે, જેને લઈને પતિ અને સાસરિયા થી કંટાળેલી પરિણીતા પોતાના બાળક સાથે પિયર જતી રહી હતી અને પોતાના પતિ અને સાસરિયા વિરૂદ્ધ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે  પરણિતા ની ફરિયાદના આધારે   પતિ મોહંમદ સોહેલ લાકડાવાલા, મુનીરાબીબી અને રફીક ગુલામ સામે ગુનો નોંધ્યો વધુ તપાસ શરૂ કરી છે.

સોશિયલ મીડિયા યુઝ કરતા લોકો માટે ચેતવણી રૂ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને રાંદેર વિસ્તારની યુવતીના ઇન્સ્ટાગ્રામ પર બે ફેક એકાઉન્ટ બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કર્યા હતા. જેથી યુવતીએ મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનામાં તપાસ હાથ ધરી બિભત્સ મેસેજ કરનાર આણંદના એન્જીનીયર યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(8:49 pm IST)
  • કોરોનાએ ભયાનક ફુંફાડો માર્યો : બુધવારથી સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાદી દેવાશે તેવા હેવાલોઃ ઇંગ્લેન્ડના પીએમ બોરીસ જોન્સન ગંભીરતા પૂર્વક વિચારે છેઃ ટાઇમ્સ : અત્યારે વિશ્વમાં જર્મની (આવતા અઠવાડીયાથી), ફ્રાન્સ, બેલ્જીયમ, ઝેક, રીપબ્લીક, આયરલેન્ડ, યુ.કે. (ઉત્તરીય આયરલેન્ડ) અને વેલ્સમાં લોકડાઉન પ્રવર્તે છે. access_time 12:40 pm IST

  • માતા વૈષ્ણોદેવીના મંદિરે કાલથી દરરોજ ૧૫,૦૦૦ યાત્રાળુઓ દર્શન કરવાની મંજૂરી : નોંધણી કાઉન્ટરો પર ભીડને રોકવા માટે ભકતોની ઓનલાઇન નોંધણી ચાલુ રહેશે access_time 2:28 pm IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST