Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

પીએમ મોદીના કાર્યક્રમમાં CRPFની ત્રણ મહિલા જવાનને અચાનક ચક્કર આવતા બેલેન્સ ગુમાવ્યું

હાજર આરોગ્યકર્મીઓએ એમને તુરંત નજીકના ટેન્ટમાં લઈ જઈ સારવાર શરૂ કરી દીધી

અમદાવાદ : વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે પોતાના પ્રવાસના બીજા દિવસે એટલે કે 31મી ઓક્ટોબરે પ્રથમતો સરદાર પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એ બાદ તેઓ સીધા એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે આવી ચઢ્યા હતાં. 31મી ઓક્ટોબરે PM મોદીના કાર્યક્રમને લઈને કેવડિયા વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દરમ્યાન પીએમ મોદી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા હતાં ત્યારે અચાનક CRPF ની મહિલા જવાન પૂજા કુજુર સહિત અન્ય 2 મહિલા જવાન મળી કુલ 3 CRPF ની મહિલા જવાનને અચાનક ચક્કર આવતા પોતાનું બેલેન્સ ગુમાવી દીધું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીને એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશની વિવિધ સુરક્ષા પાંખના જવાનોએ એકતા પરેડ દરમિયાન સલામી આપી હતી. એકતા પરેડ બાદ  પીએમ મોદી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યાં હતાં તો બીજી બાજુ એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા પાંખના જવાનો PM મોદીના સંબોધનને અદબ સાથે ઉભા રહી સાંભળી રહ્યાં હતાં.

દરમિયાન અચાનક CRPFની મહિલા જવાન પૂજા કુજુર સહિત અન્ય 2 મહિલા જવાન મળી કુલ 3 CRPFની મહિલા જવાનને અચાનક ચક્કર આવતા પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું. જો કે નજીકમાં જ ફરજ પર હાજર અન્ય જવાનોએ એ મહિલાને સાંભળી લીધી હતી. બીજી બાજુ ત્યાં હાજર આરોગ્યકર્મીઓએ એમને તુરંત નજીકના ટેન્ટમાં લઈ જઈ સારવાર શરૂ કરી દીધી હતી. તો સવારે ચ્હા-નાસ્તો ન કર્યો હોય તો આવી ઘટના બનવાની શકયતા હોવાનું ત્યાં હાજર તબીબોએ જણાવ્યું હતું.

(10:30 am IST)