Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સુરતના રાંદેર રોડ નજીક યુવતીના ફેક ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ બનાવી બીભત્સ મેસેજ મોકલનાર આણંદના યુવકની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

સુરત: શહેરના રાંદેર રોડની યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કરનાર આણંદના એન્જીનીયર યુવાનની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. યુવતી સાથે સગાઈ નહીં થતા અને તેણે વાતચીત બંધ કરી દેતા એકતરફી પ્રેમમાં પાગલ યુવાને કારસ્તાન કર્યું હતું

સાયબર ક્રાઇમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રાંદેર રોડ વિસ્તારની 30 વર્ષીય યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બાદમાં તેની બહેનને બિભત્સ મેસેજ કરવામાં આવ્યા હતા. એટલું નહીં એક યુવાનના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી તેમાં યુવતી અને તેની જેની સાથે લગ્ન માટે વાત ચાલતી હતી તેનો એડીટ કરેલો ફોટો પણ મુકાયો હતો. બધું જેની સાથે લગ્ન માટે વાત ચાલતી હતી તે યુવાનની સૂચનાથી કર્યું હોવાનો મેસેજ પણ યુવતીની બહેનને કરવામાં આવ્યો હતો. અંગે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી કરતા તેનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરાયું હતું. છેવટે 8 દિવસ અગાઉ યુવતીએ સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન, સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે ડીજીટલ માર્કેટીંગનું કામ કરતા 29 વર્ષીય રાજ રમેશભાઈ લોઢીયા ( રહે.બી/105, શાશ્વત લેન્ડમાર્ક રેસિડન્સી, કરમસદ, વિદ્યાનગર રોડ, આણંદ. મૂળ રહે. બી/8, પરિમલ એપાર્ટમેન્ટ, નાગર રોડ, જૂનાગઢ ) ની ધરપકડ કરી હતી.

(4:50 pm IST)