Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

રાજ્યમાં કોરોનાના નવા 935 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 1014 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : કુલ કેસનો આંક 1,72,944 થયો : કુલ 1,56,119 લોકોને કોરોના સામે જંગ જીત્યો : વધુ 5 લોકોના મોત : મૃત્યુઆંક 3719 થયો

સુરત કોર્પોરેશનમાં 168, અમદાવાદ કોર્પોરેશનમાં 166, વડોદરા કોર્પોરેશનમાં 82, સુરતમાં 59, રાજકોટ કોર્પોરેશનમાં 48, વડોદરામાં 37, મહેસાણામાં 29, ગાંધીનગર કોર્પોરેશનમાં 25, રાજકોટમાં 20, ભરૂચમાં 18, અમરેલી-જુનાગઢમાં 16-16, આણંદ-ગાંધીનગર-જામનગર કોર્પોરેશન-સુરેન્દ્રનગરમાં 15-15 કેસ નોંધાયા : રાજ્યમાં હાલ 13,106 એક્ટિવ કેસ

અમદાવાદ : કોરોના વાયરસના આજે રાજ્યમાં 935 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3719 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13,106 એક્ટિવ કેસ છે, જ્યારે 1,56,119 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 59 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,047 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,72,944 પર પહોંચી છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, પાટણમાં 1, રાજકોટમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 મળી 5 લોકોનાં કરૂણ મોત થયા હતા.
સુરત કોર્પોરેશનમાં 168, અમદાવાદ કોર્પોરેશનમાં 166,  વડોદરા કોર્પોરેશનમાં 82, સુરતમાં 59, રાજકોટ કોર્પોરેશનમાં 48,  વડોદરામાં 37,  મહેસાણામાં 29, ગાંધીનગર કોર્પોરેશનમાં 25, રાજકોટમાં 20, ભરૂચમાં 18, અમરેલી-જુનાગઢમાં 16-16, આણંદ-ગાંધીનગર-જામનગર કોર્પોરેશન-સુરેન્દ્રનગરમાં 15-15 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે કુલ 1014 દર્દી સાજા થયા હતા અને 51,574 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 60,53,847  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.84 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,10,916 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,10,809 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 107 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

(7:50 pm IST)
  • કોરોનાએ ભયાનક ફુંફાડો માર્યો : બુધવારથી સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાદી દેવાશે તેવા હેવાલોઃ ઇંગ્લેન્ડના પીએમ બોરીસ જોન્સન ગંભીરતા પૂર્વક વિચારે છેઃ ટાઇમ્સ : અત્યારે વિશ્વમાં જર્મની (આવતા અઠવાડીયાથી), ફ્રાન્સ, બેલ્જીયમ, ઝેક, રીપબ્લીક, આયરલેન્ડ, યુ.કે. (ઉત્તરીય આયરલેન્ડ) અને વેલ્સમાં લોકડાઉન પ્રવર્તે છે. access_time 12:40 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,698 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,81,864 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,71,213 થયા:વધુ 56,182 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74, 87,093 રિકવર થયા :વધુ 454 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,22,135 થયો access_time 1:09 am IST

  • ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની આજ 31 ઓક્ટોબરના રોજ પુણ્યતિથિ : 1984 ની સાલમાં હત્યા થઇ હતી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી access_time 12:36 pm IST