Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

હિટ એન્ડ રન:દહેગામ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે ભાઈઓ પૈકી એકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

ગાંધીનગર: જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ હીટ એન્ડ રનની ઘટનાઓએ માઝા મુકી છે ત્યારે દહેગામમાં ગઈકાલે પરોઢીયે બાઈક ઉપરથી પરત ફરતાં બે ભાઈઓને ડમ્પર ચાલક અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. જેમાં એકનું મોત નીપજયું હતું.ઘટનાની મળતી વિગતો પ્રમાણે દહેગામના બિલમણા ગામે રહેતાં કનકસિંહ ગાંડાજી પરમાર અને તેમની માસીનો દીકરો અરૂણસિંહ ઉવ.૧૯ ગઈકાલે વહેલી પરોઢે રાયપુરમાં આવેલી કંપનીમાંથી નોકરી પુરી કરી ઘરે જઈ રહયા હતા તે દરમ્યાન તેમનું બાઈક દહેગામ ઉમીયા માતાજીના મંદિર પાસેથી પસાર થતું હતું. ત્યારે બાઈક ચાલક અરૂણસિંહે બમ્પ આવતાં બાઈક ધીમું કર્યું હતું. સમયે પાછળથી પુરઝડપે આવતાં ડમ્પરે તેમના બાઈકને અડફેટે લેતાં અરૂણસિંહના માથા ઉપર ટાયર ફરી જતાં મોત નીપજયું હતું. ઘટના અંગે દહેગામ પોલીસે ફરાર ડમ્પર ચાલકને પકડવા દોડધામ શરૂ કરી છે.

(4:51 pm IST)