Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

તસ્કરો દ્વારા લાઈટના થાંભલા અને ઇલેક્ટ્રિક સામાનની ચોરી

અમદાવાદમાં ચોરીના બે બનાવ બન્યા : સરકારી માલની ચોરીનો પહેલો બનાવ લો ગાર્ડન અને બીજો બનાવ પલાડીથી જમાલપુરના રસ્તા ઉપર બન્યો

અમદાવાદ,તા.૩૧ : શહેરમાં હવે તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેમ લાગી રહ્યો છે. શહેરમાં ચોરીના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે હવે તસ્કરો સ્ટ્રીટ લાઈટના થાંભલા અને ઇલેક્ટ્રિક સામાન પણ છોડતા ના હોય તેવું લાગી રહ્યું છે. શહેર માં આવા બે બનાવો સામે આવ્યા છે. પ્રથમ બનાવની વાત કરીએ તો હિતેશ કટારીયા નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ આપી છે કે તેઓની કંપનીનું કામ કોર્પોરેશનના અધિકારી સાથે રહીને સ્ટ્રીટ લાઇટના ગલેવેનાઇઝના થાંભલા લાગવાનું તેમજ લાઈટિંગ સર્વે કરવાનું છે. ૮મી ઓક્ટોબરના દિવસે રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ ૨૮ નંગ ગેલ્વેનાઈઝના થાંભલા, બ્રેકેટ અને ૧૯ નંગ કેબલ એન્ટ્રી પાઇપને લો ગાર્ડન સામેના જાહેર માર્ગ પર ઉતાર્યા હતા. જેનો ઉપયોગ લો ગાર્ડન પોલીસ ચોંકી સામે ના જાહેર માર્ગ પર સ્ટ્રીટ લાઇટ લગાવવા માટે કરવાનો હતો. જો કે ૧૯મી ઓકટોબરના દિવસે તેમની કંપનીના કર્મચારીઓ કામ કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે તમામ સામાન અહીંથી ગાયબ હતો.

જેની જાણ ફરિયાદીને કરતા ફરિયાદ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સામાન ચોરી થયા હોવાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસ દ્વારા હાલમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે બીજા બનાવવાની વાત કરીએ તો બનાવ પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોવા મળ્યો છે. સરદાર બ્રિજ નીચે ગત મોડી રાત્રે સરદાર બ્રીજ નીચેના ભાગમાં લાઇટિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન અચાનક લાઈટો બંધ થઈ ગઈ હતી. જેથી ફરિયાદી અને તેના ભાઇ બ્રિજની ઉપર તપાસ કરવા માટે ગયા હતા. તે સમયે પાલડીથી જમાલપુર તરફ જવાના બ્રિજ પર સુરેશ ઠાકોર નામનો  વ્યક્તિ ફૂટપાથ પર સુતા સુતા કેબલ કાપી વાયરની ચોરી કરવાનો પ્રયાસ કરતો હોવાનું નજરે પડ્યું હતું. જેથી ફરિયાદીને તેને ઝડપીને પોલીસને જાણ કરી હતી. પોલીસ હાલમાં સમગ્ર મામલે આરોપી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

(8:47 pm IST)
  • ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણને મારા પ્રત્યે પૂર્વગ્રહ હતો : મારી બદલી તેમણે વિદ્યુત ડિપાર્ટમેન્ટમાં કરી નાખી : પૂર્વ ફાયનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી સાથે મારે સારા સબંધ હતા : નિર્મલા સીતારમણના અમુક નિર્ણયો જેવા કે આરબીઆઇ સાથેનો વહેવાર ,નોન બેન્કિંગ કંપનીઓ માટે પેકેજ ,ક્રેડિટ ગેરંટી યોજના સહિતની બાબતે અમારે મતભેદ હતો : તેથી મેં એક વર્ષ વહેલી નિવૃત્તિ લઇ લીધી : સીનીઅર આઈ એ એસ નિવૃત ઓફિસર સુભાષચંદ્ર ગર્ગે નિવૃત થયાના એક વર્ષ પછી મોઢું ખોલ્યું access_time 6:46 pm IST

  • કોરોનાએ ભયાનક ફુંફાડો માર્યો : બુધવારથી સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાદી દેવાશે તેવા હેવાલોઃ ઇંગ્લેન્ડના પીએમ બોરીસ જોન્સન ગંભીરતા પૂર્વક વિચારે છેઃ ટાઇમ્સ : અત્યારે વિશ્વમાં જર્મની (આવતા અઠવાડીયાથી), ફ્રાન્સ, બેલ્જીયમ, ઝેક, રીપબ્લીક, આયરલેન્ડ, યુ.કે. (ઉત્તરીય આયરલેન્ડ) અને વેલ્સમાં લોકડાઉન પ્રવર્તે છે. access_time 12:40 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST