Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ભત્રીજીના લગ્નની ખરીદી માટે લાવેલા રૂપિયાની ચોરી

રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો : રાજસ્થાનથી ભાઇની દીકરીના લગ્ન માટે ખર્ચના રૂપિયાની સગવડ કરવા માટે અમદાવાદ આવવું વ્યક્તિને ભારે પડ્યું

અમદાવાદ,તા.૩૧ : રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરો માટે ચેતવણીરૂપ કિસ્સો શહેરના નરોડા વિસ્તારમાં જોવા મળ્યો છે. રાજસ્થાનથી ભાઇની દીકરીના લગ્ન માટે ખર્ચ ના રૂપિયાની સગવડ કરવા માટે અમદાવાદ આવવું એક વ્યક્તિને ભારે પડ્યું છેરાજસ્થાનના દલપત સિંહ ચાવડા તેમના ભાઈની દીકરીના લગ્ન હોવાથી રૂપિયાની સગવડ કરવા માટે તેમના સગાને ત્યાં આવ્યા હતાં. જ્યાં દસક્રોઈ દેના બેંકમાંથી તેમણે રૂપિયા આઠ હજાર ઉપાડ્યા હતાં અને અગાઉ તેમના મિત્રને ઉછીના આપેલ એક લાખ રૂપિયા પરત લીધા હતા. બાદ માં તેમને કઠવાડા જી.આઈડીસીમાંથી ભત્રીજા પાસે થી રૂપિયા ૧૫ હજાર લઈને રીક્ષામાં બેસીને દહેગામ સર્કલ આવ્યા હતા. ત્યાંથી તેઓને તેમના ભાભીને ત્યાં ગેલેક્ષી ૮૮ દહેગામ રોડ જવાનું હોવાથી રીક્ષા ઊભી રાખવી રીક્ષામાં બેઠા હતા. સમયે તેમની પાસે એક ખિસ્સામાં લાખ ૧૮ હજાર અને બીજા ખિસ્સામાં રૂપિયા હજાર હતા.

રીક્ષામાં પાછળની સાઇડમાં બે પેસેન્જર જ્યારે ડ્રાઇવરની બાજુમાં એક પેસેન્જર બેઠો હતો. જોકે, થોડે આગળ જતાં રીક્ષા ડ્રાઇવરે તેની બાજુમાં બેસેલ ઈસમને આગળ પોલીસ હોવાનુ કહી ને પાછળની સીટમાં બેસાડ્યો હતો. બાદમાં ગેલેક્ષી આવી જતા ફરિયાદી રીક્ષામાંથી નીચે ઉતરતા ભાડું આપે તે પહેલાં રીક્ષા ડ્રાઇવર રીક્ષા હંકાવી દીધી હતી. જેથી ફરિયાદી ને શંકા હતી તેમણે ખિસ્સા માં જોતા રૂપિયા લાખ ૧૮ હજારની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, બનાવની જાણ તેમના સંબંધીને કરતા તેઓ પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હાલમાં પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. રીક્ષામાં ડ્રાઇવર સહિત કુલ ચાર જણા સવાર હોવાનુ જાણવા મળ્યુ છે.

આમ અમદાવાદ શહેરમાં રીક્ષા ગેંગે આતંક મચાવ્યો છે, પેસેન્જરના સ્વાંગમાં ફરતા ગઠિયા દ્વારા સામાન્ય માણસના ખીસ્સા કાપી લેવામાં આવે છે અને તેના કારણે આવા કિસ્સામાં તો દીકરીઓના લગ્ન અટવાઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે. જોકે, સામાન્ય માણસ સ્વપ્નમાં પણ કલ્પના કરી શકે કે તેમની સાથે રીક્ષામાં આવી ઠગાઈ થઈ શકે છે પરંતુ આસપાસના પેસેન્સજરોના સ્વાંગમાં ચોર ટોળકી બેસેલી હોય છએ. સુરતમાં પણ પ્રકારનો આતંક વધતા થોડા સમય પહેલાં રીક્ષા ગેંગ પકડાઈ હતી.

(8:47 pm IST)
  • અમેરીકામાં એક જ દિવસમાં ૧ લાખ ઉપર નવા કોરોના કેસ નોંધાયા : ગઇરાત સુધીમાં ૧,૦૧,૪૬૧ કોવિડ કેસઃ એક જ દિવસમાં થયેલ વિશ્વભરમાં આ સૌથી મોટો આંકડો છેઃ ૧૭ સપ્ટેમ્બરે ભારતમાં એક જ દિવસમાં એક લાખ નજીક (૯૭,૮૯૪ કેસ નોંધાયા હતા) access_time 12:40 pm IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • અમુક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા છે : આ બાબત સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે : ' રાષ્ટ્રીય એકતા દિવસ ' નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન : ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાને સમર્થન આપનાર લોકોને આડે હાથ લીધા : દેશના સૌપ્રથમ હોમ મિનિસ્ટર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે સ્મૃતિ વંદના કરી : દેશની સુરક્ષા માટે સરહદ ઉપર લેવાઈ રહેલા પગલાંઓ વિષે માહિતી આપી access_time 10:38 am IST