વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ત્રીજા કાર્યકાળના શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે વિદેશી મહેમાનો પહોંચવાનો સિલસિલો શરૂઃ સાત દેશના વડા સાથે વડાપ્રધાન શ્રી મોદી કરશે દ્વિપક્ષીય વાટાઘાટ : બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને સેશેલ્સના ઉપ-રાષ્ટ્રપતિ મોહમ્મદ આફિફ નવી દિલ્હી પહોંચ્યાઃ બાંગ્લાદેશ માટે આ યાત્રા છે ખૂબ જ મહત્વની11:31 PM IST
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના શપથ ગ્રહણ સમારોહ કરતાં ભારત-પાકિસ્તાનની મેચ જોવામાં વધુ રસ દાખવતા શશિ થરૂર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જૂને સાંજે 7.15 કલાકે શપથ લેશેઃ સમારોહમાં પડોશી પ્રદેશ અને હિંદ મહાસાગર ક્ષેત્રના કેટલાક નેતાઓ અને રાજ્યના વડાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત પાઠવ્ય઼ુ 9:51 PM IST
પાંડિયન મારો અનુગામી નથી, 'ઓડિશાના લોકો નક્કી કરશે કે ઉત્તરાધિકારી કોણ : નવીન પટનાયકે મૌન તોડ્યું : પાંડિયન પાર્ટીના સભ્ય છે અને તેમની ટીકા દુર્ભાગ્યપૂર્ણ:તેઓ પાર્ટીમાં જોડાયા અને કોઈ પદ સંભાળ્યું ન હતું, એક પણ ચૂંટણી લડી ન હતી. તેમણે છેલ્લા 10 વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં સારું કામ કર્યું : પટનાયક 8:08 PM IST
કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પ્રસ્તાવને સર્વસંમતિથી અપાઈ મંજૂરી : કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ સોનિયા ગાંધીએ કહ્યું કે સરકારની ખોટી નીતિઓ સામે લડત ચાલુ રાખીશુ : જનહિતમાં અમારી નીતિઓ માટે લડતા રહીશું8:01 PM IST
પાકિસ્તાને નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન કેમ ન આપ્યા? પોતે ખુલાસો આપવા લાગ્યો; કહ્યું- આ ભારતીયોનો અંગત નિર્ણય છે : પાકિસ્તાનનું કહેવું છે કે ભારતની ચૂંટણી પ્રક્રિયા ભારતીયોની અંગત બાબત છે. પાકિસ્તાનમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, જો શપથ ગ્રહણ હજુ સુધી થયું નથી તો અભિનંદન આપવાનો કોઈ અર્થ નથી4:46 PM IST
'ખાતામાં એક લાખ રૂપિયા' : લખનૌમાં કોંગ્રેસ કાર્યાલય પહોંચીને મહિલાઓ આ વચન પર સવાલ ઉઠાવી રહી છે : ચૂંટણીમાં આપેલા ચૂંટણી વચનો પૂરા કરવાની રાહ જોઈ રહ્યા છે મતદારો : જુઓ વિડીયો : ઉત્તર પ્રદેશમાં ઘરે-ઘરે પોતાના ગેરંટી કાર્ડનું વિતરણ કર્યું હતું હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે મહિલાઓને આશા છે કે કોંગ્રેસ તેનું ચૂંટણી વચન પૂરું કરશે5:07 PM IST
નરેન્દ્રભાઈ મોદીના શપથ ગ્રહણ સમારોહની આમંત્રણ પત્રિકાની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ : 7000 લોકોને આપવામાં આવ્યુ છે આમંત્રણ : શપથ ગ્રહણ સમારોહમાં અનેક દેશોના વડાઓ હાજરી આપશે : દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી : દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું : દરેક ખૂણે-ખૂણે પોલીસ બંદોબસ્ત રહેશે : રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા ખૂબ જ કડક કરવામાં આવી4:43 PM IST
કારણ કે હું સિંહણ છું' અમેઠીથી ચૂંટણી જીતેલા કે.એલ. શર્માની પત્નીને સોનિયા ગાંધીએ આવું કેમ કહ્યું? : અમેઠીમાં ચૂંટણી જીતેલા કોંગ્રેસના ઉમેદવાર કિશોર લાલ શર્માએ થોડા દિવસો પહેલા દિલ્હીમાં ગાંધી પરિવાર સાથે મુલાકાત કરી : કિશોરી લાલ શર્મા અને તેમની પત્ની સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળ્યા હતા : સોનિયા ગાંધી ખૂબ જ ખુશ છે4:39 PM IST
મોદીની ત્રીજી જીતથી ઉત્સાહનો માહોલ : અમેરિકામાં 22 શહેરોમાં શપથ ગ્રહણ સમારોહની ઉજવણી કરાશે : ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી દ્વારા ત્રણ દિવસ ન્યૂયોર્ક, જર્સી સિટી, વોશિંગ્ટન, બોસ્ટન, ટેમ્પા, એટલાન્ટા, હ્યુસ્ટન, ડલ્લાસ, શિકાગો, લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કો જેવા શહેરોમાં ઉજવણી : કાર રેલી સહિતના આયોજન1:48 PM IST
સપાના સાંસદે અયોધ્યા જીતીને કહ્યું- હું જન્મથી રામભક્ત છું : લોકોએ તેના મકાનો,દુકાનો તોડનાર સરકારને જવાબ આપ્યો : અવધેશ કહે છે કે ભગવાન રામ આપણા બધાના મનમાં છે, પરંતુ ભાજપે તેમના નામ પર વેપાર અને રાજનીતિ કરી:રામ આસ્થાનો વિષય છે, રાજકારણનો નહીં :અવધેશ પ્રસાદે કહ્યું, “જે લોકો રામ લઈને આવ્યા છે તેમને વોટ આપવાનો શું અર્થ છે. કોઈ રામ લાવ્યું છે? રામ ઘણા સમય પહેલા આવી ગયા હતા.11:41 AM IST
અમેરિકામાં ખેલાય રહેલ T20 ક્રિકેટ વર્ડ કપમાં આતંકવાદી હુમલાના ખતરા વચ્ચે જમીનથી આકાશ સુધી ચુસ્ત સુરક્ષા: પોલીસ કમિશનરે આપ્યું અપડેટ : એફબીઆઈ, હોમલેન્ડ સિક્યોરિટી ઈન્વેસ્ટિગેશન, યુ.એસ. કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનના અધિકારીઓ સુરક્ષા: ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમના દરેક ઇંચને આવરી લેવા માટે કેમેરા લગાવાયા :સ્ટેડિયમ તરફ જતા તમામ રસ્તાઓ પર કેમેરા:ગ્રાઉન્ડની અંદર જતી દરેક વસ્તુની પણ તપાસ કરાશે9:43 PM IST
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન પીટરસને મોદીને તેમના ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા: હિન્દીમાં ટ્વિટ કર્યું : કેવિન પીટરસને કહ્યું--ભારતનું નેતૃત્વ કરવા નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ અભિનંદન." હું જ્યારે પણ ભારત આવું છું ત્યારે દેશ વધુ સારો થતો જાય છે. શું અદ્ભુત કામ છે, સાહેબ! ખુબ ખુબ શુભેચ્છાઓ અને પ્રેમ IST

બલ્લે....બલ્લે.....

ઝપાઝપી.....

ત્રિમૂર્તિ......

સોપબોક્સ રેસ

દેશની હાલત.....
અકિલા સોશ્યિલ મીડિયાવડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ: જગત પાવન સ્વામી સામે લગાવ્યા ગંભીર આરોપ : વાડી પોલીસ મથકમાં યુવતી જગત પાવન સ્વામી સામે ફરિયાદ નોંધાવી: ગિફ્ટ આપવાના બહાને યુવતીને વાડી સ્થિત સ્વામીનારાયણ મંદિર બોલાવી:મંદિરના નીચેના ભાગમાં એક ઓરડામાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું: એચ પી સ્વામી, કેપી સ્વામીએ મદદ કરી હોવાની ફરિયાદ7:29 PM IST
પત્રકાર મનીષભાઈ શાહને ડરાવવા, હાથ પગ ભાંગી નાખવા બે લાખની સોપારી આપવામાં આવેલ : કહેવાતા પ્રેમ પ્રકરણ, કહેવાતા બળાત્કારની ફરિયાદ સહિત હિન્દી ફિલ્મની કાલ્પનિક કથાને ટક્કર મારે તેવા ભેદ ભરમ ઉકેલવાની જવાબદારી અમદાવાદના અનુભવી સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકે ક્રાઇમ બ્રાંચને સુપ્રત કરવાનો કરેલ નિર્ણય સાર્થક પુરવાર થયો સોપારી લેનાર વ્યક્તિએ કોને કેટલા રૂપિયા મળશે તે પ્રથમથી જ નક્કી તમામ આરોપી સાથે કરેલ, ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલનાં માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાંજીયાંનના નેતળત્વમાં પી આઈ. વી.બી..આલ ટીમની કાબિલેદાદ કામગીરી 12:26 PM IST
ત્રીજી ટર્મમાં ટીમ મોદી મંત્રીમંડળમાં ગુજરાતમાંથી વર્તમાન મંત્રીને ફરી તક મળે તેવી શક્યતાઃ ટર્મના મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે તે અંગે અટકળો બની તેજ : પરફોર્મન્સ અને કામગીરીને આધારે તક મળે તેવી શક્યતા: પાટીદાર નેતાઓને મંત્રી મંડળમાં મળી શકે સ્થાન: વર્તમાન રાજ્યસભાના સાંસદોનો થઈ શકે સમાવેશ11:50 PM IST
હાઉસિંગ બોર્ડના ૭૦૦ પરિવારો નોધારા : બે દિવસમાં ખાલી કરવા નોટિસઃ જાયે તો કહા જાયે તેવી રહેવાસીઓની સ્થિતી : માનવતા ધોરણે વૈકલ્પીક વ્યવસ્થા કરવા મુળ સ્થાને નવા કવાર્ટર આપવા બાંહેધરી આપો : ડીમોલીશન સામે વિરોધ નથી પણ લાઇટ-પાણીનો પુરવઠો તો ચાલુ કરાવોઃ ડીમોલેશન માટે એક મહિનાનો સમય આપોઃ રહેવા માટે વૈકલ્પીક વ્યવસ્થા અથવા ભાડુ આપો3:45 PM IST
ટીઆરપી ગેમ ઝોનની આગમાં ૨૩ વર્ષનો દિકરો ગુમાવનારા પિતા જસુભા જાડેજાનું વિયોગમાં મોત : નરસંગપરાના વિશ્વરાજસિંહ માટે નોકરીનો પહેલો જ દિવસ જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો હતો :યુવાન દિકરાના મૃત્યુ બાદ પિતા સતત દિકરાનું રટણ કરતાં હતાં: રાતે તબિયત બગડતાં હોસ્પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ પખવાડીયામાં પરિવાર પર થયા બબ્બે વજ્રઘાત3:02 PM IST
ચા.મ.મોઢ બ્રાહ્મણ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ 3:51 PM IST
જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ3:52 PM IST
વૃક્ષારોપણ-રોપા વિતરણ-વૃક્ષ સેવકોનું સન્માન 4:14 PM IST
શહેરના શૌચાલયો સ્વચ્છ કરાયાઃ ઝુંબેશ3:36 PM IST
બજરંગ ગૃપ દ્વારા ચકલી ના માળા -કુંડા નું વિતરણ 3:49 PM IST
જામનગરમાં ડીમોલેશન કામગીરીનો વિરોધ1:28 PM IST
પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ અભિયાન : ઓછા ખર્ચે મબલખ પાક લઇ શકાય : પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ભેજ વધારે રહે અને ઓછા પાણીએ ગુણવત્તાયુક્ત પાક લઇ શકાય : વરસાદમાં અળસિયાને લીધે જમીનની નિતાર શકિત વધે અને પાણીના તળ ઉંચા આવે છે : રસાયણિક ખેતીના વિપરીત પરિણામો અને કેન્સર જેવી બીમારી વધે છે12:01 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિનાશક યુદ્ધમાં રશિયન સૈન્યએ આચર્યો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક આતંક: યુક્રેનમાં રાહત સામગ્રી અને ખોરાક લેવા માટે એક શાળાની ઈમારતે એકઠાં થયેલા નિરાધાર અને માસુમ નાગરિકો પર રશિયાએ કાળમુખી 'એરસ્ટ્રાઈક' કરીને બોમ્બમારો કરતાં ગણતરીની સેકન્ડોમાં પૂરા ૪૦ લોકોના કરૂણ મોત નિપજ્યા છે અને દસકો લોકો લોહીલુહાણ થતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : શરણાર્થીઓ અને માસુમ માનવોના રક્તથી લાલચોળ બની સ્કૂલની ઈમારત:આકાશમાંથી ઝીંકાયેલા કાળમુખા મિસાઈલો અને મૃતાત્માઓના ચાસીસાથી સમગ્ર વિશ્વના નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST
માઇક્રોસોફ્ટની કડક સ્પર્ધા બાદ હવે ગૂગલએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે કરોડો ડોલરનું ભવ્ય રોકાણ વધારવાના કાળમુખા બહાને ૫ દેશોમાં ફરજ બજાવતા પોતાના હજારો કર્મચારીઓને સ્વેચ્છાએ નોકરી છોડી દેવાની ધડાકાબાર ઓફર પકડાવી દેતાં સમગ્ર આઈટી ક્ષેત્ર અને સાઈબર આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : એઆઈ રેસમાં આગળ નીકળવા માટે ગૂગલે પોતાના જ પાયાના કર્મચારીઓના ભવિષ્ય પર ફેરવ્યું કાળમુખું બુલડોઝર:નોકરીઓ ગુમાવવાના અચાનક આદેશથી સમગ્ર વિશ્વના આઈટી એન્જિનિયરોના છાતીના પાટિયા બેસી ગયા6:11 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
ભારતમાં કામ કરતા પટાવાળાની માથાદીઠ આવક કરતા નેપાળી ક્રિકેટર્સની માથાદીઠ આવક ઓછી : નેપાળી ખેલાડીને દરેક T20 મેચ માટે 3000 રૂપિયા પગાર મળે છેઃ જો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ભારતીય ખેલાડીઓને દરેક ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, ODI મેચ માટે 6 લાખ રૂપિયા અને T20 મેચ માટે 3 લાખ રૂપિયા BCCI તરફથી મળે છે12:08 AM IST









































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


























































































































































































































