તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 8th June 2024
આ દેશમાં સરકાર ખુદ ડેટિંગ એપ શરૂ કરાવશે તેવા સમાચાર

નવી દિલ્હી: જાપાનમાં ઘટી રહેલી વસ્તી એક મોટી સમસ્યા બની ગઈ છે. જાપાનની ડેમોગ્રાફી પર સતત ઘટી રહેલા જન્મદરની મોટી અસર જોવા મળી રહી છે. સરકાર છેલ્લા કેટલાક વર્ષોમાં જન્મદર વધે એ માટે સતત પ્રયત્નો કરી રહી છે. અહીં સતત ઘટી રહેલો પ્રજનન દર ચિંતાનો વિષય બની ગયો છે. ઉપરાંત જન્મદર કરતાં મૃત્યુ દર પણ ઘણો વધારે છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે હવે સરકાર પોતે જ હવે ડેટિંગ એપ શરૂ કરશે જેથી લોકો એકબીજાને મળે, પ્રેમમાં પડે અને બાળકો કરે! નવાઈ લાગે એવી વાત છે ને? પરંતુ તેનું કારણ પણ ઘણું વ્યાજબી છે. અહીં 12 કરોડ 39 લાખ જેટલી વસ્તી છે પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે ગત વર્ષે 7 લાખ જેટલા જ નવા બાળકોનાં જન્મ થયા હતા. જે મૃત્યુઆંક (15.7 લાખ) કરતાં અડધા જ હતા. ઘટતી વસ્તીનાં કારણે અહીં સામાજિક માળખા અને અર્થવ્યવસ્થાને નુકસાન પણ થઈ રહ્યું છે. આ સમસ્યા સામે લડવા માટે સરકારે કેટલીક એજન્સી પણ બનાવી છે. જેમાં એક નવતર પ્રયોગનાં ભાગરૂપે એક સરકાર સંચાલિત ડેટિંગ એપ બનાવવાનો નિર્ણય પણ લેવાયો છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
