<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ભારતે બિહારમાંથી બે પક્ષી અભયારણ્ય, નાગી અને નકટીને 'રામસર સાઇટ્સ'ની યાદીમાં ઉમેર્યા છે, જેથી દેશમાં રામસર સાઈટ્સ ની સંખ્યા વધીને 82 થઈ ગઈ છે. નવા 'આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ્સ' અંતર્ગત બન્ને માનવસર્જિત જળાશયો જમુઈ જિલ્લાની ઝાઝા વન શ્રેણીમાં આવેલા છે. બિહારમાં, વિશ્વ પર્યાવરણ દિવસના ભાગ રૂપે આ બન્ને જગ્યાઓ રામસર સાઇટ્સમાં ઉમેરવામાં આવી હતી. આ બન્ને જગ્યાઓમાં ટેકરીઓથી ઘેરાયેલા સૂકા પાનખર જંગલો આવેલ છે. આ બે સાઇટ્સ સાથે, ભારતે હવે રામસર સાઇટ્સના સંદર્ભમાં ચીનની બરાબરી કરી છે. બન્ને દેશો હવે 82 માન્ય જળ સંગ્રહિત ઇકોસિસ્ટમ ધરાવે છે. 175 સાથે યુકેમાં આવી સાઇટ્સની સૌથી વધુ સંખ્યા છે, ત્યારબાદ મેક્સિકોમાં 144 છે.

( IST)