<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ભારતની સૌ પ્રથમ કેબિનેટમાં સરદાર પટેલ-બાબા સાહેબ આંબેડકર જેવા દિગ્ગજ હતા:એકમાત્ર મહિલા મંત્રી પણ હતા, જુઓ સંપૂર્ણ યાદી

જવાહર લાલ નેહરુંને પહેલી કેબિનેટમાં પોતાના વિરોધી એવા ડોક્ટર બીઆર આંબેડકર અને શ્યામા પ્રસાદ મુખર્જીને સ્થાન આપ્યું હતું

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીમાં દેશની પ્રજાએ ફરી એક વખત NDAને સંપૂર્ણ બહુમતિ આપી છે. ત્યારબાદ હવે વડાપ્રધાન મોદી રવિવારે સાંજે 7:15 વાગે તેમનો સતત ત્રીજો કાર્યકાળની શરૂઆત કરશે અને આ માટે શપથ ગ્રહણ કરશે.

વડા પ્રધાન મોદીની કેબિનેટમાં કોણ-કોણ સામેલ થશે તે અંગે સૌની નજર ટકેલી છે. આ દરમિયાન આપણે દેશના સૌ પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નેહરુની પહેલી કેબિનેટ અંગે વાત કરશું  

દેશની પહેલી કેબિનેટમાં ફક્ત 14 મંત્રીનો સમાવેશ થતો હતો, તેમાં અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ થતો હતો. વર્ષ 1952માં પહેલી લોકસભા ચૂંટણી બાદ બનેલી કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા વધીને 21 થઈ ગઈ હતી. જેમાં કેટલાક ડેપ્યુટી મિનિટર્સનો પણ સમાવેશ થતો હતો.

દેશની સૌ પ્રથમ કેબિનેટમાં નોન લીડર એક્સપર્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. દેશના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નેહરુ હતા. તેમણે ભાભા ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ કંપનીના ડાયરેક્ટર સીએચ ભાભાનો સમાવેશ કર્યો હતો, જેઓ મૂળ પારસી બિઝનેસમેન હતા. તેમને કોમર્સ મિનિસ્ટર બનાવ્યા હતા. આવી જ રીતે મોદીએ તેમના કેબિનેટમાં IFS અધિકારી જયશંકરને સામેલ કરી વિદેશ મંત્રાલયનો કાર્યભાર સોંપ્યો હતો.
દેશની સ્વતંત્રતા બાદ બનેલ પહેલી કેબિનેટમાં 14 મંત્રી હતા, તેમાં સરકાર પટેલ અને રાજેન્દ્ર પ્રસાદ જેવા દિગ્ગજ નેતાનો સમાવેશ થતો હતો. જવાહર લાલ નેહરુંને પોતાની પહેલી કેબિનેટમાં પોતાના ઘોરવિરોધીઓને પણ સામેલ કર્યા હતા. નેહરુએ પોતાના વિરોધી એવા ડોક્ટર બીઆર આંબેડકર અને શ્યામા પ્રસાદ મુખર્જીને સ્થાન આપ્યું હતું.

દેશની પહેલી કેબિનેટમાં મહિલાઓની હિસ્સેદારી ખૂબ જ ઓછી હતી. પહેલી કેબિનેટમાં એકમાત્ર મહિલા મંત્રી હતા. તેમનું નામ રાજકુમારી અમૃત કૌરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમને સ્વાસ્થ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.

(6:29 PM IST)