News of Saturday, 8th June 2024
અત્યાચાર સામે ન્યાયની માંગ સાથે બુધવારે જૂનાગઢથી ગોંડલ બાઇક રેલીનું આયોજન
રેલીમાં મોટી સંખ્યામાં યુવકો સહિતના લોકો જોડાઇને અવાજ ઉઠાવશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૮ : અત્યાચાર સામે ન્યાયની માંગ સાથે જુનાગઢ થી ગોંડલ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
ગોંડલના ગણેશ જાડેજા દ્વારા જુનાગઢના અનુસૂચિત જાતિના દીકરા સંજુ સોલંકીનું અપહરણ કરી, ઢોર માર મારવાની ઘટનાના વિરોધમાં આગામી તા. ૧૨ જુન બુધવારના રોજ જુનાગઢ ખાતેથી ગોંડલ સુધીની અત્યાચાર સામે ન્યાયની માગણી સાથે બાઈક રેલી યોજવામાં આવી છે.
આ બાઈક રેલીનો પ્રારંભ તા. ૧૨ જૂનના રોજ સવારે આઠ કલાકે જૂનાગઢના કાળવા ચોક સ્થિત ડો. આંબેડકર ચોક ખાતેથી થશે. અને વીરપુર, જેતપુર થઈને મોટી સંખ્યામાં બાઈક સવારો ગોંડલના ડો. આંબેડકર ચોક ખાતે પહોંચી અત્યાચાર સામે ન્યાયની માગણી કરશે.(
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
