<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th June 2024

નરેન્દ્રભાઈ મોદી 9 જૂને સાંજે 7:15 વાગ્યે વડાપ્રધાન તરીકે શપથ લેશે: સતત ત્રીજી વખત પીએમ બનશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9 જૂને રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7.15 કલાકે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્રભાઈ  મોદી રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ દરમિયાન નરેન્દ્રભાઈ  મોદીને પદના શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નરેન્દ્રભાઈ  મોદી 9 જૂને સાંજે 7.15 કલાકે શપથ લેશે.

રાષ્ટ્રપતિ ભવને તેની X પોસ્ટમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9 જૂને રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7.15 કલાકે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આજે આ પહેલા પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા હતા અને એનડીએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

  આ પહેલા આજે સંસદના સેન્ટ્રલ હોલમાં NDAની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નરેન્દ્રભાઈ  મોદીને ત્રીજી વખત સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયેલી એનડીએની આ બેઠકમાં તમામ નવા ચૂંટાયેલા સાંસદોએ હાજરી આપી હતી

(10:39 PM IST)