<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગરથી ટાઈપ-1 ડાયાબિટીસ કાર્યક્રમનો રાજ્ય વ્યાપી પ્રારંભ : દુરદરાજના વિસ્તારોના પ્રાયમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ટાઈપ-1 ડાયાબિટીસની સારવારનો લાભ આપીને આ રોગ ધરાવતા તમામ બાળકોને સારવારથી આવરી લેવાનો મુખ્યમંત્રીનો આરોગ્ય સેવાલક્ષી અભિગમ : ટાઈપ-1 ડાયાબિટીસ ગ્રસ્ત એક પણ બાળક સારવાર-સુવિધાથી વંચિત ન રહી જાય તે માટેની સઘન વ્યવસ્થાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીશાદર્શનમાં બાળ આરોગ્ય સંભાળ માટે રાજ્ય સરકારે પ્રીકોશન- પ્રિવેન્શન અને પોઝિટીવ લાઈફ સ્ટાઈલ પર ફોકસ કર્યું છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ3:54 PM IST

નિવૃત પીઆઇ પર ટ્રેનમાં હુમલો કરી લૂંટઃ ગંભીર હાલત : જામનગર-વડોદરા ઇન્‍ટરસીટીમાં વહેલી સવારે હાપાથી જામવંથલી વચ્‍ચે બનાવઃ ૭૭ વર્ષના ધર્મેન્‍દ્રસિંહ અનોપાસિંહ જાડેજા અને હુમલાખોર એમ બે જ મુસાફર હતાં: નિવૃત પીઆઇએ બીડી પીવાની ના પાડતાં મુળ પંજાબના શખ્‍સે બોલાચાલી બાદ હીચકારો હુમલો કર્યોઃ રેલ્‍વે પોલીસની ટીમોએ કલાકોમાં દબોચી લીધો : જામનગર રહેતાં નિવૃત પીઆઇ કોર્ટની મુદ્દતે અમદાવાદ જવા નીકળ્‍યા ત્‍યારે ઘટનાઃ સાથે મુસાફરી કરી રહેલા શખ્‍સે બોલાચાલી ગાળાગાળી બાદ ઢીકાપાટુ અને આગ ઓલવવાના બાટલાથી બેફામ માર માર્યો હતોઃ જામનગર રીલાયન્‍સ પાસે રહેતાં મુળ પંજાબના શખ્‍સને ઉઠાવી લઇ વિસ્‍તૃત પુછપરછ હાથ ધરાઇ : નિવૃત પીઆઇ રિવોલ્‍વર ટાઇપ લાઇટર રાખતા હતાં તે તથા મોબાઇલ ફોન લૂંટી લેવાયા હતાં: પંજાબનો શખ્‍સ ગુનો આચર્યા બાદ ટ્રેનમાંથી ઉતરી હાઇવે તરફ ભાગ્‍યોઃ પગેરૂ દબાવી દબોચી લેવાયો3:32 PM IST