તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th December 2025
જામનગર બાર એસો.ની વર્ષ ૨૦૨૬ ની ચૂંટણીમાં રાધાબેન બી. રાવલીયા મહિલા પ્રતિનિધિ તરીકે સતત બીજા વર્ષે ચૂંટાયા
આગામી વર્ષ દરમિયાન નવી બનતી અદાલતના વકીલો ને પૂરતી સુવિધા મળી રહે, તે માટે તમામ હોદ્દેદારો તથા કારોબારી સમિતિની ટીમ સાથે મક્કમતાપૂર્વક પોતાની રજૂઆતો કરશે : રાધાબેન બી. રાવલીયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૩ : જામનગર બાર એસોસોએશનના વર્ષ -૨૦૨૬ ના હોદ્દેદારો માટેની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહિલા પ્રતિનિધિ તરીકે રાધાબેન બી. રાવલીયા સતત બીજા વર્ષે પણ ચૂંટાઈ આવ્યા છે. તેઓને જામનગરના તમામ વકીલ મંડળ ના સભ્યો વગેરે દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
જામનગર બાર એસો.ના વર્ષ -૨૦૨૬ માટે ના હોદ્દેદારોમાં મહિલા પ્રતિનિધિ તરીકે બાર એસો.ના સભ્યો પૈકીના રાધાબેન બી. રાવલીયા, ભાવના એચ. સોલંકી તેમજ હર્ષિદાબેન પી. રાઠોડ ચૂંટણી મેદાનમાં હતા, તેમાં ભાવનાબેન સોલંકીને ૩૪૩ મત મળ્યા હતા, તેમજ હર્ષિદાબેન રાઠોડ ને ૧૮૪ મત મળ્યા હતા, જયારે રાધાબેન બી. રાવલિયા ને સૌથી વધુ ૩૮૫ મત મળ્યા હતા, અને તેઓ સતત બીજા વર્ષ માટે મહિલા પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
તેઓએ આગામી વર્ષ દરમિયાન નવી બનતી અદાલતના વકીલો ને પૂરતી સુવિધા મળી રહે, તે માટે તમામ હોદ્દેદારો તથા કારોબારી સમિતિની ટીમ સાથે મક્કમતાપૂર્વક પોતાની રજૂઆતો કરશે, તેમ જણાવ્યું છે. અને પોતે વકીલોના હિત માટે અને તેમના રક્ષણને લગત તમામ કાર્ય માટે છે કટિબદ્ધ છે, તેમ પણ વધુમાં ઉમેર્યું છે.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
