<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

પાંચ ફુટ લાંબી દાઢીને હાથ પર બાંધીને રાખે છે આ ભાઈ

દાઢી એટલી લાંબી છે કે એને એમ જ ખુલ્‍લી રાખવામાં આવે તો એ જમીન પર ઢસડાય છે

ન્‍યુયોર્ક તા. ૭: અમેરિકાના ૫૪ વર્ષના મેથ્‍યુ નામના ભાઈની દાઢી એટલી લાંબી છે કે એને એમ જ ખુલ્‍લી રાખવામાં આવે તો એ જમીન પર ઢસડાય છે. ૨૦ વર્ષથી તેમણે દાઢી કાપી નથી. શરૂઆતમાં કેટલાંક બાળકોના કહેવાથી મેથ્‍યુએ તેની થોડીક વધેલી દાઢીમાંથી ચોટલી વાળી હતી અને એ તેને એટલી ગમી ગયેલી કે પછી તેણે દાઢી ટ્રિમ નહીં કરાવવાનું નક્કી કરી લીધું. એ પછી દર વર્ષે તેની દાઢી ત્રણથી ૪ ઇંચ જેટલી વધે છે. મેથ્‍યુ દાઢીની સારસંભાળ માટે દર અઠવાડિયે શેમ્‍પુ અને કન્‍ડિશનર વાપરે છે. પહેલાં સૌથી લાંબી દાઢીનો રેકોર્ડ અમેરિકાના રુડોલ્‍ફ માર્ટિનોના નામે હતો. તેમની દાઢી ૩ ફુટ અને પાંચ ઇંચ લાંબી હતી.

(10:08 AM IST)