તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th December 2025
બાર.એસો.ની ચુંટણીમાં કોંગ્રેસી મિત્રો સાથે ભળી જઇને પાર્ટી વિચારધારા વિરૂધ્ધ કામ કરનારને અમે ખુલ્લા પાડયા છે : ભાજપ લીગલ સેલ

રાજકોટ, તા.૨૪: રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કોંગ્રેસી મિત્રો સાથે ઇલુ ઇલું કરી પાર્ટી વિચારધારાની ટીમ વિરુદ્ધ કામ કરનારને ખુલ્લા પડ્યા એ જ અમારી સૌથી મોટી જીત છે તેમ ભાજપ લીગલ સેલ.દ્વારા જણાવાયું છે.
ગત તારીખ ૧૯- ૧૨- ૨૦૨૫ ના રોજ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાયેલ હતી જેમાં ભાજપ લીગલ સેલ દ્વારા પોતાની વિચારધારાની લીગલ સેલ સમરસ પેનલ ચૂંટણીમાં ઉતારવામાં આવેલ હતી વર્ષો સુધી પ્રદેશ ભાજપ લીગલ સેલમાં રહી હોદો ભોગવી અને એક લાભ મેળવનાર વ્યકિત દ્વારા ચૂંટણી સમયે પાર્ટીના બેનરનો ઉપયોગ ન કરવો તેવી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તેમજ પ્રદેશ ભાજપમાં ફરિયાદ કરતા જે ભાજપના બેનરનો ૨૦ વર્ષ સુધી પોતે હોદ્દેદાર હતા ત્યારે ઉપયોગ કર્યા બાદ હાલની બોડીને તેનો ઉપયોગ ન કરવા દેવાના ઇરાદાથી આવું કાર્ય કરેલ હતું જે અંગે શહેર ભાજપ પ્રમુખ દ્વારા સૂચના મળતા લીગલ સેલ દ્વારા પાર્ટીના નિશાનનો ઉપયોગ કરેલ ન હતો.
આ વ્યકિત છેલ્લા પાંચેક વર્ષથી ખાસ કરીને પોતાને પ્રદેશ ભાજપના લીગલ સેલના હોદ્દેદાર તરીકે દૂર કરવામાં આવ્યા ત્યારથી પાર્ટી વિચારધારા વિરુદ્ધ દરેક વર્ષે પેનલ બનાવી પાર્ટી વિરુદ્ધ કામ કરતા હતા આ વખતે તો કોંગ્રેસી મિત્રને પોતાની બાજુમાં સ્ટેજ ઉપર બેસાડી ખુલ્લેઆમ બળવો પોકાર્યો હતો અને કોંગ્રેસ વિચારધારા ધરાવતા લોકોને પોતાની સાથે રાખી ચૂંટણી જીતી ન્યુઝ પેપરમાં(૧) ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલનો સફાયો (૨) ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલની કારમી હાર (૩)બાર એસોસિયેશનની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલની સમરસ પેનલ ઉપર બુલડોઝર ફરી વળ્યું.
વિગેરે હેડિંગ સાથેના ન્યુઝપેપરો માં પોતે તથા પોતાના કોંગ્રેસી મિત્ર દ્વારા પેપરમાં પ્રસિદ્ધ કરાવ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તથા લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે.
પ્રદેશ ભાજપ અને લીગલ સેલ દ્વારા જે સમરસ ટીમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં બનાવવામાં આવેલ છે તે સમરસ ટીમમાંથી પણ આ વ્યકિતને દૂર કરવામાં આવેલ છે તેમજ પ્રદેશ ભાજપ લીગલ સેલના સંયોજક જે જે પટેલ તેમજ પાર્ટીના આદેશને ન માની પોતે કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માં ઉચ્ચ હોદ્દો ભોગવી રહેલ હતા તેમાંથી રાજીનામું આપવાનું નક્કી થયેલ હોવા છતાં તે વખતે પણ બળવો પોકારી બધા જ લીગલ સેલના આગેવાનો તેમજ પાર્ટીના લોકોને આશ્ચર્યમાં મૂકી દીધેલ હતા.
આજ વ્યકિત દ્વારા આ ચૂંટણીમાં લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ વિરુદ્ધ પોતાની વ્યકિતગત પેનલ ઉભી રાખી તેમજ પોતાના કોંગ્રેસી મિત્રોનો સાથ સહકાર લઇ ચુંટણી જીતી ભાજપને પછડાટ એવા સમાચારો પ્રસિદ્ધ કરાવેલછે જેનાથી તે વ્યકિત પાર્ટીમાં 'પાર્ટી વિચારધારા વિરુદ્ધ કામ કરનાર તરીકે ઓળખાઈ ગયેલ છે' એ જ અમારી સૌથી મોટી જીત છે એવું ભાજપ લીગલ સેલના પ્રદેશ સહસંયોજક અનિલભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે
(2:42 PM IST)










