તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th December 2025
માત્ર 21 વર્ષની ઉંમરે ભારતીય મહિલા શેફાલી વર્માએ T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર શેફાલી વર્મા 21 વર્ષની ઉંમર પહેલા સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારનાર પ્રથમ મહિલા ખેલાડી બની છે. શેફાલીએ તેના કરિયરમાં કુલ 92 T20 મેચ રમી છે, જેમાં તેણે 26.73 ની સરેરાશથી 2,299 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, શેફાલીએ 12 અડધી સદી ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝની સ્ટેફની ટેલર આ યાદીમાં બીજા ક્રમે છે, જેણે 22 વર્ષની ઉંમર પહેલા 10 અડધી સદી ફટકારી છે. આયર્લેન્ડની ગેબી લુઈસ 10 અડધી સદી સાથે આ યાદીમાં સંયુક્ત રીતે બીજા ક્રમે છે, જ્યારે ભારતની જેમીમા રોડ્રિગ્સ (7) યાદીમાં ત્રીજા ક્રમે છે. શ્રીલંકા સામેની બીજી T20 મેચમાં, શેફાલી વર્માએ 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. શ્રીલંકાની મહિલા ટીમ સામે ભારતીય ખેલાડી દ્વારા આ સંયુક્ત રીતે બીજી સૌથી ઝડપી અડધી સદી છે.ભારતે વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચ 7 વિકેટથી જીતી હતી. ટોસ હારીને બેટિંગ કરવાનો નિર્ણય લેનાર શ્રીલંકાએ 9 વિકેટ ગુમાવીને 128 રન બનાવ્યા હતા.શ્રીલંકા તરફથી હર્ષિતા સમરવિક્રમાએ સૌથી વધુ 33 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન ચમારી અથાપથુએ 31 રન બનાવ્યા હતા. ટીમ તરફથી હસિની પરેરાએ પણ 22 રન ઉમેર્યા હતા.ભારત તરફથી વૈષ્ણવી શર્મા અને શ્રી ચારાનીએ 2-2 વિકેટ લીધી હતી, જ્યારે ક્રાંતિ ગૌડ અને સ્નેહ રાણાએ 1-1 વિકેટ લીધી હતી.જવાબમાં, ભારતે 11.5 ઓવરમાં મેચ જીતી લીધી હતી. 21 વર્ષીય શેફાલી વર્માએ 34 બોલમાં 1 છગ્ગો અને 11 ચોગ્ગા ફટકારીને 69 રન બનાવ્યા હતા. જેમિમાહ રોડ્રિગ્સે પણ ટીમ માટે 26 રન ઉમેર્યા હતા.ભારતીય ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી છે. શ્રેણીની આગામી મેચ 26 ડિસેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
