તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th December 2025
વૈભવે ૩૭ બોલમાં, કિશને ૩૩ બોલમાં અને શકીબૂલે ૩ર બોલમાં સદી ફટકારી : વિજય હજારે ટ્રોફીમાં બન્યા ઢગલાબંધ રેકોર્ડ
અરૂણાચલ પ્રદેશ સામે બિહારે ૬ વિકેટે પ૭૪ રનનો પહાડ જેવો જુમલો ખડકી દીધો

નવી દિલ્હી : ભારતીય ઘરેલુ ક્રિકેટની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફી ર૦રપ-ર૬ ની શરૂઆત એક ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ સાથે થઇ છે. બિહારની ક્રિકેટ ટીમે પોતાની પ્રથમ મેચમાં જ એવો તરખાટ મચાવ્યો કે લિસ્ટ એ ક્રિકેટના લગભગ પાંચ દાયકાના ઇતિહાસના તમામ રેકોર્ડ ધ્વસ્ત થઇ ગયા. રાંચીમાં અરૂણાચલ પ્રદેશ સામે રમતા બિહારના બેટ્સમેનોએ પ૦ ઓવરમાં ૬ વિકેટે પ૭૪ રનનો પહાડ જેવો સ્કોર ખડકી દીધો. જે લિસ્ટ ક્રિકેટનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.
બિહારની આ રેકોર્ડબ્રેક ઇનિંગ્સમાં ત્રણ બેટસમેનોએ સદી ફટકારી યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીએ માત્ર૮૪ બોલમાં ૧૬ ચોગ્ગા અને ૧પ છગ્ગાની મદદથી ૧૯૦ રનની વિસ્ફોટક ઇનિૅગ રમી તેને સાથ આપતા પિયુષ સિંહે ૬૬ બોલમાં ૭૭ રન બનાવ્યા. આ પછી, વિકેટકીપર બેટસમેન આયુષ લોહારુકાએ પ૬ બોલમાં ૧૧૬ રન ફટકાર્યા. પરંતુ ખરી તબાહી તો કેપ્ટન સાકિબુલ ગનીએ મચાવી હતી. ગનીએ માત્ર ૪૦ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૧ર ગગનચુંબી છગ્ગાની મદદથી ૧ર૮ રનની અવિશ્વસનીય ઇનિંગ રમી.
સૌથી મોટો ટીમ સ્કોર : પ૭૪/૬ એ લિસ્ટ એ ક્રિકેટના ઇતિહાસનો સર્વોચ્ચ ટીમ સ્કોર છે. આ પહેલા કોઇ ટીમે પપ૦ રનનો આંકડો પણ પાર કર્યો ન હતો.પ૦૦ રનનો આંકડો બીજી વખત પાર : લિસ્ટ એ ક્રિેકેટમાં આ માત્ર બીજી વખત બન્યું છે જયારે કોઇ ટીમે પ૦૦ થી વધુ રન બનાવ્યા હોય. આヘર્યની વાત એ છે કે બન્ને વખત સામે અરૂણાચલ પ્રદેશની ટીમ હતી. આ પહેલા ર૦રર માં તમિલનાડુએ પ૦પ રન બનાવ્યા હતા.આ જ મેચમાં કેપ્ટન સાકિબૂલ ગનીએ ભારત માટે લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તેણે માત્ર ૩ર બોલમાં પોતાની સદી પુરી કરી. આ મામલે તેણે અનમોલપ્રીત સિંહ (૩પ બોલ)નો રેકોર્ડ તોડયો. રસપ્રદ વાત એ છે કે, આ જ મેચમાં ૩૬ બોલમાં સદી ફટકારનાર વૈભવ સૂર્યવંશી હવે આ યાદીમાં ત્રીજા સ્થાને આવી ગયા છે. આ મેચ ખરેખર રેકોર્ડસની વણઝાર લઇને આવી હતી. જેણે બિહાર ક્રિકેટને ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે.તો ઝારખંડમાંથી રમતા ઇશાન કિશને માત્ર ૩૩ બોલમાં જ સદી ફટકારી હતી. તો શકીબૂલ ગનીએ માત્ર ૩ર બોલમાં સદી ફટકારી હતી. આમ, વિજય હજારે ટ્રોફીમાં એક જ દિવસમાં ઢગલાબંધ રેકોર્ડ બની ગયા છે
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
