તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૫ રવિવાર

ટ્રમ્પે 24 કલાકમાં જ H-1B વિઝા ફીમાં નવા વધારાની નીતિ બદલી : પ્રચંડ વિરોધ બાદ નિર્ણય પાછો ખેંચાયો! : વાર્ષિક $63 બિલિયન (રૂ. 5.25 લાખ કરોડ)ની આવકની યોજના ઘટીને $8.5 બિલિયન (રૂ. 70,890 કરોડ) થઈ : અધિકારીઓએ જણાવ્યું કે હવે માત્ર 85,000 નવા અરજદારોને જ ₹83 લાખની ફી લાગુ પડશે : હાલના ધારકોને રાહત!11:27 AM IST
નોબેલ પારિતોષિત લીધે છૂટકો ! ટ્રમ્પે ફરી દાવો કર્યો છે કે 'મેં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સહિત વિશ્વભરમાં અનેક યુદ્ધો અટકાવ્યા છે, માટે હું નોબેલ શાંતિ પુરસ્કારને લાયક છું : ૩૪મી વખત ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવવાનો દાવો કર્યો, જેનો ભારતે સતત ઇનકાર કર્યો છે: ન્યુઝ ફર્સ્ટ : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવીને વિશ્વમાં શાંતિ સ્થાપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે આ માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે પોતાને લાયક ગણાવ્યા છે. આ તેમનો આ જ મુદ્દા પરનો ૩૪મો દાવો છે. તેમણે યુદ્ધ અટકાવવા માટે 'વેપાર'ને એક શક્તિશાળી હથિયાર તરીકે ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, ભારતે આ દાવાને વારંવાર નકારી કાઢ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો કોઈ પણ નિર્ણય પરસ્પર વાતચીતથી જ લેવાય છે.10:10 AM IST
GST દરોમાં ઘટાડાનો શ્રેય ભાષણ આપનારાઓને નહીં, રાજ્ય સરકારોને જાય છે: મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુર્ગા પૂજાના ઉદ્ઘાટન સમારોહમાં કહ્યું કે કેન્દ્ર સરકારની નીતિના કારણે પશ્ચિમ બંગાળને ભારે મહેસૂલ નુકસાન થઈ રહ્યું છે અને રાજ્યને તેના બાકી લેણાં ચૂકવવામાં આવી રહ્યા નથી11:11 PM IST
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મોરોક્કો પહોંચ્યા: સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મોરોક્કોમાં બે દિવસીય મુલાકાત દરમિયાન મોરોક્કોના સંરક્ષણ મંત્રી અબ્દેલલતીફ લોધી સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે, જેનો ઉદ્દેશ્ય સંરક્ષણ, વ્યૂહાત્મક અને ઔદ્યોગિક સહયોગને મજબૂત બનાવવાનો છે.11:04 PM IST
ચીન દુનિયાની નંબર વન અવકાશ શક્તિ બનવા માટે અમેરિકાને પાછળ છોડી શકે :નવા અહેવાલમાં ચેતવણી : ચીન 2030 સુધીમાં ચંદ્ર પર માનવીઓને ઉતારવાની યોજના: 2025 માં તે ચંદ્રની સપાટીનો ઉચ્ચ-રિઝોલ્યુશન નકશો બનાવશે, નમૂનાઓ પાછા લાવશે અને એક સુપર રોકેટ બનાવશે. 2035 સુધીમાં પરમાણુ રિએક્ટર સાથેનો ચંદ્ર આધાર બનાવવામાં આવશે8:51 PM IST
હાથ-પગ બાંધી દેવાયા ..નળીથી ખોરાક અપાયો: ચીનમાં કોરોના વાયરસનો હેવાલ આપનાર પત્રકારને ચીને ફરીથી જેલમાં ધકેલી : ચીનમાં કોરોનાવાયરસ પર રિપોર્ટિંગ કરનાર મહિલા પત્રકાર ઝાંગ ઝાનને ફરીથી ચાર વર્ષની જેલની સજા: તેણીએ વાયરસને દુનિયા સમક્ષ જાહેર કરી ચીનનો પર્દાફાશ કર્યો હતો: અગાઉ 2020 માં ચાર વર્ષની જેલની સજા ફટકારાય હતી હવે મુક્તિ પછી ફરીથી ધરપકડ 4:55 PM IST
સોશિયલ મીડિયા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ તો જાણો સૌથી વધુ કયો દેશ સોશિયલ મીડિયા ઉપયોગ કરે છે ? : ફિલિપાઇન્સ સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો દેશ જયારે ભારત ૧૪માં ક્રમે આવે છેઃ ઉપરાંત સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરનાર દેશમાં ફિલિપાઇન્સ, કોલંબિયા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, આર્જેન્ટિનાનો સમાવેશ થાય છે4:25 PM IST
કેગ (CAG)ના રિપોર્ટમાં મોટો ખુલાસો : છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતીય રાજ્યોનું દેવું ત્રણ ગણું વધ્યું : પંજાબ, નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળ સૌથી વધુ દેવાદાર : ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત સૌથી ઓછા દેવાવાળા રાજ્યોમાં સામેલ : ૧૧ રાજ્યોએ વિકાસના બદલે દૈનિક ખર્ચ અને મહેસૂલી ખાધ પૂરવા માટે પણ ઉધાર લીધું4:15 PM IST
હરીયાણમાં મેઘરાજાનો વિરામ છતાં હજુ ૪૪ હજાર એકર પાક પાણીમાં ગરકઃ ૯૦ ગામો પ્રભાવિત : વિભાગીય અધિકારીઓને પોર્ટલ પર દરરોજ ગામવાર અપડેટ્સ પોસ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છેઃ ડ્રેનેજનું કામ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવું પડશે, નહીં તો સંબંધિત અધિકારીઓ જવાબદાર રહેશે હરીયાણા સરકાર દ્વારા ખાસ સુચના જારી2:54 PM IST
નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રજોગ સંબોધન પહેલા કોંગ્રેસે ઉઠાવ્યા આકરા સવાલો : પૂછ્યું - શું વડાપ્રધાન ટ્રમ્પના ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ દાવાઓ અને H-1B વિઝા ધારકોની ચિંતા પર વાત કરશે? : વડાપ્રધાન સાંજે ૫ વાગ્યે રાષ્ટ્રને સંબોધશે : નવા GST દરો અંગે થઈ શકે છે જાહેરાત : કોંગ્રેસનાં જયરામ રમેશે ટ્વીટ કરી પૂછ્યું કે શું ટ્રમ્પના ટેરિફથી પ્રભાવિત ખેડૂતો અને કામદારો વિશે વાત કરાશે?3:52 PM IST
ફેસબુક પર વાતો કરનારાઓ, સાવધાન! પૂજાનો પ્રભાવ તમારા બેંક બેલેન્સને ખતમ કરી શકે છે : એક શખ્સે પહેલા ફેસબુક અને વોટ્સએપ દ્વારા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને પછી તેને 25 લાખ રૂપિયાની ઠગાઈ કરીઃ ફિલ્મ "ડ્રીમ ગર્લ" થી પ્રેરિત થઈને, આરોપીએ છોકરીનો વેશ ધારણ કરીને દીપક જૈન નામના વ્યક્તિને પોતાની જાળમાં ફસાવી લીધો3:26 PM IST
પ્રખ્યાત ગાયિકા ઝુબીન ગર્ગનો પાર્થિવ દેહ ગુવાહાટી પહોંચ્યો, અંતિમ સંસ્કાર માટે ભીડ ઉમટી : "જય ઝુબીન દા" ના નારા લગાવ્યા અને તેમના ગીતો ગાયા. કાફલામાં ઝુબીનની પ્રિય કાર પણ સામેલ હતીઃ ઝુબીન ગર્ગે ઘણી ભાષાઓ અને બોલીઓમાં ગાયું. ત્રણ દાયકા સુધી 38,000 થી વધુ ગીતો સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા.11:16 AM IST
મહારાષ્ટ્રના ભિવંડીથી પેલેસ્ટાઇન ફંડિંગ કેસમાં UP ATSએ 3 યુવાનોની કરી ધરપકડ : ધરપકડ કરાયેલા શંકાસ્પદોની ઓળખ મોહમ્મદ અયાન મોહમ્મદ હુસૈન, અબુ સુફ્યાન તજમ્મુલ અંસારી અને ઝૈદ નોતિયાર અબ્દુલ કાદિર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓએ આશરે રૂ. 3 લાખ (આશરે $300,000 USD) એકઠા કર્યા હતા. 2:59 PM IST
EDના દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં ઇમ્પિરિયલ ગ્રુપના ચેરમેન અને સહયોગીઓના પરિસરમાં દરોડા : 80 કરોડથી વધુની બેનામી વિદેશી સંપત્તિ મળી : તપાસમાં દુબઈ, સિંગાપોર, થાઇલેન્ડ અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સમાં કંપનીઓ, બેંક ખાતાઓ અને મિલકતોનો ખુલાસો : દરોડામાં જૂની 500 ચલણી નાણું સહિત 50 લાખ રોકડા મળ્યા 14,700 US ડોલર, 3 લોકર જપ્ત2:39 PM IST
વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ આજે રાત્રે: આજે પિતૃ અમાસનો યોગ પણ છે: આ ગ્રહણ કન્યા રાશિમાં થઈ રહ્યું છે અને સૂર્ય તથા ચંદ્ર બંને કન્યા રાશિમાં હોવાથી તેનું મહત્વ વધી જાય છે: ભારતમાં દેખાશે નહીં તેથી સૂતક લાગશે નહીં: કાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ : આજના ગ્રહણમાં શનિ અને મંગળની અશુભ સ્થિતિથી ષડાષ્ટક યોગ બની રહ્યો છે: જેમાં શનિ મીન રાશિમાં વક્રી છે અને મંગળ તુલા રાશિમાં છે: બંને ગ્રહો ૧૫૦ ડિગ્રીના અંતરે છે: આ યોગને કારણે કેટલીક રાશિઓને વિશેષ અસર થવા સંભવ : સૂર્યગ્રહણ આજે રવિવારે ૨૧ સપ્ટેમ્બરની રાત્રે ૧૧ વાગ્યે શરૂ થશે અને આવતીકાલે સોમવાર ૨૨ સપ્ટેમ્બરની સવારે ૩:૨૩ વાગ્યે સમાપ્ત થશે. તેનો કુલ અવધિ ૪ કલાક ૨૩ મિનિટનો રહેશે, જ્યારે પીક ટાઇમિંગ રાત્રે ૧:૧૧ વાગ્યે રહેશે. 10:07 AM IST
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા, રાજ્યમાં 42 પક્ષોની નોંધણી રદઃ 359 વધુ રાજકીય પક્ષો સામે કાર્યવાહીઃ જેમાં તમિલનાડુના 39નો સમાવેશ : ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચની કાર્યવાહીથી પ્રભાવિત થયેલા પક્ષોની સૌથી વધુ સંખ્યા 121: મહારાષ્ટ્ર (44), દિલ્હી (40), તમિલનાડુ (42) અને મધ્યપ્રદેશ (23) ના પક્ષોને રજિસ્ટર્ડ પક્ષોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા2:24 PM IST
કયા દેશમાં સૌથી સસ્તું સોનું: વિશ્વમાં ક્યાં સૌથી સસ્તું સોનું છે? કર, આયાત શુલ્ક અને માંગને કારણે, કેટલાક દેશોમાં સોનાના ભાવ ઘણા ઓછાઃ ટોચના દેશોની યાદી જુઓ : સોનાના ભાવ કર, આયાત શુલ્ક અને બજારની માંગથી પ્રભાવિત થાય છેઃ નાના ભાવ વૈશ્વિક બજાર પર આધાર રાખે છે, પરંતુ કર, આયાત જકાત, વેતન અને માંગ દેશોમાં બદલાય છે1:51 PM IST
બિહારમાં ચૂંટણી પહેલાના નિવેદનો અને રાજકીયનો દોર શરૂઃ ભાજપે ફરી એકવાર આરજેડી નેતા તેજસ્વી યાદવ પર રેલી દરમિયાન વડા પ્રધાનની માતા સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો. : તેજસ્વીની રેલીમાં નરેન્દ્રભાઇ મોદીને અપમાન કરતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા: ભાજપના ધારાસભ્યએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો: આરજેડીએ આ વીડિયો પર શંકા વ્યક્ત કરી છે, તેને ભાજપનું કાવતરું ગણાવ્યું1:27 PM IST
ટ્રમ્પના H-1B વિઝા ફી વધારાના નિર્ણયથી ભારતીય પ્રવાસીઓમાં ભારે અફરાતફરી : અમેરિકા પરત ફરવા માટે ફ્લાઈટ બુક કરવા પડાપડી : જોકે હાલના H-1B વિઝા ધારકોને નવા નિયમ લાગુ પડતો નથી : 24 કલાકની અંદર અમેરિકા પરત ફરવાનો નિર્દેશ મળતા ગભરાટનો માહોલ : એરપોર્ટ પર ગેર-વ્યવસ્થા : ટિકિટના ભાવમાં જબરદસ્ત ઉછાળો : અનેક મુસાફરોએ પોતાનો પ્રવાસ રદ્દ કર્યો1:06 PM IST
એસ્ટોનિયાની રશિયાને ખુલ્લી ચેતવણી: '૧૭ સેકન્ડ વિરુદ્ધ ૧૨ મિનિટ, આગલી વખતે રમત સમાપ્ત!': એસ્ટોનિયાએ નાટોને તાત્કાલિક કલમ ૪ હેઠળ બેઠક બોલાવવા માટે અપીલ કરી : જોકે, રશિયાએ આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે તેમના જેટ્સ નિર્ધારિત ઉડાન પર હતા અને કોઈ પણ દેશની સીમાનું ઉલ્લંઘન કર્યું નથી.10:22 PM IST
સ્પુટનિક ઇન્ડિયાની 'લોકો વચ્ચે' પહોંચ: દિલ્હી મેટ્રોની યલો લાઈન પર એક મહિનાની બ્રાન્ડ ઝુંબેશ શરૂ!: તેના સમાચાર અને રેડિયો સેવાઓ 30 થી વધુ ભાષાઓમાં કાર્યરત : આ મેટ્રો લાઇન નવી દિલ્હી રેલ્વે સ્ટેશન, રાજીવ ચોક અને સેન્ટ્રલ સચિવાલય જેવા મુખ્ય કેન્દ્રોને જોડે છે, જેના કારણે સ્પુટનિક ઇન્ડિયાને વૈવિધ્યસભર પ્રેક્ષકો સુધી પહોંચવાની તક11:57 PM IST
ન્યાય નિર્માણ 2025: ધર્મ અને ભારતીયતાના પાયા પર ન્યાયતંત્રનું પુનર્નિર્માણ કરવાનું આહ્વાન: સ્વદેશી કાનૂની પ્રણાલીઓ અપનાવવાનો મુદ્દો કેન્દ્રસ્થાને : ન્યાય સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ: પ્રાચીન ભારતીય શાસ્ત્રોનો ઉલ્લેખ: ધર્મના સિદ્ધાંતોનું પાલન: અર્થતંત્રને મજબૂત બનાવવા વેપારીઓની સલાહ 11:58 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાપશુપાલન ક્ષેત્રે નારીશક્તિ: ગુજરાતના ડેરી ઉદ્યોગના વિકાસમાં લાખો મહિલા પશુપાલકો આપી રહી છે અભૂતપૂર્વ યોગદાન : રાજ્ય સરકારના અવિરત પ્રયાસોથી ડેરી અને પશુપાલન ક્ષેત્રે મહિલાઓ બની આત્મનિર્ભર, માસિક ₹1,75,000 ની કમાણી કરે છે કચ્છના સોનલબેન ગોયલ: છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં વિવિધ પશુપાલન યોજનાઓ હેઠળ મહિલા લાભાર્થીઓની સંખ્યા 2 લાખથી વધુ; 4986 જેટલી મંડળીઓ મહિલા સંચાલિત: બનાસ ડેરીમાં મહિલા સભાસદો વર્ષે 50 લાખથી વધુ રકમનું દૂધ જમા કરાવીને આર્થિક રીતે બની સક્ષમ8:13 PM IST
જુનિયર ક્લાર્ક (વર્ગ-3)ની પરીક્ષા રદ કરો : અમદાવાદમાં પેપરલીકના આરોપ સાથે પરીક્ષા કેન્દ્ર પર ભારે હોબાળો : ઇસનપુર વિસ્તારમાં ફાળવેલા લિટલ બર્ડ સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર ભારે હોબાળો: વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે પરીક્ષા શરૂ થવાના નિયત સમય કરતાં ઘણો મોડો તેમને ઓએમઆર શીટ અને પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા 4:59 PM IST
નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દેશ સહકાર ક્રાંતિમાં અગ્રેસર : રાજ્યનું સહકારી ક્ષેત્રનું કુલ ટર્ન ઓવર રૂ. ૪ લાખ કરોડને પાર કરી ચુક્યું છે : સહકારીતાની ભાવના ગુજરાતીઓના સ્વભાવ અને સંસ્કારમાં સહજ રીતે વણાયેલી છે : "વોકલ ફોર લોકલ"ને વેગ આપીને સ્વદેશી વસ્તુઓ ખરીદીને સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરીએ : ભૂપેન્દ્રભાઈ પટેલ : અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના સહકાર થી સમૃદ્ધિ પરિસંવાદમાં સહભાગી બનતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :;જિલ્લાની સહકારી સંસ્થાઓના સભાસદો મોટી સંખ્યામાં જોડાયા : સહકારી ક્ષેત્રમાં દીર્ધકાલીન સેવા આપનાર વડીલોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન : નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર ભારતની નેમમાં ગરીબ, ગામડું, ખેડૂત અને મહિલાનો ઉત્કર્ષ કેન્દ્ર સ્થાને, સહકારી ક્ષેત્રની પણ મહત્વની ભૂમિકા : ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ - ઇફ્કોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી3:23 PM IST
બિહારમાં પત્નીએ પ્રેમી સાથે મળી પ્રોફેશનલ શૂટરની મદદથી હત્યા કરવાના ચકચારી મામલામાં શૂટર પુરા પાડનાર વોન્ટેડ આરોપી ગૌતમ યાદવને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વાર ઝડપી લીધો : સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, જોઇન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વમાં પોલીસ ઇન્ડોર્ક્ટર એસ જે જાડેજા ટીમને મોટી સફળતા મળી8:02 PM IST
અમદાવાદમાં ગરબાની પરવાનગી માટે 84 અરજી સામે પોલીસે હજુ સુધી 29 આયોજકોને મંજૂરી આપી : આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી મંજૂરી અપાશે :ગરબા સ્થળે શી ટીમની 49 જેટલી ટીમો કાર્યરત હશે:પોલીસે 28 ગરબા ક્લાસમાં ત્રણ હજાર જેટલી મહિલાઓને સુરક્ષાની તાલીમ આપી:પોલીસની શી ટીમ એસજી હાઈવે અને સિંધુભવન રોડ પર હાજર રહેશે7:21 PM IST
દિવાળી માટે ગુજરાતમાં 1600 એક્સ્ટ્રા બસો દોડાવાશે : ઓનલાઈન- ઓફલાઈન બુકિંગની સુવિધા:હર્ષ સંઘવીની સુરતમાં પત્રકાર પરિષદ : દિવાળીના તહેવાર દરમિયાન હજારો પરિવારો પોતાના વતન જેમ કે સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, પાટણ, અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં જતા હોય છે, જેના માટે રાજ્ય સરકારે વિશેષ વ્યવસ્થા કરી 4:41 PM IST
માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (MBSIR) બન્યું ઔદ્યોગિક ક્રાંતિનું કેન્દ્ર : સ્થાનિક લોકોના જીવનધોરણમાં આવ્યો સુધારો : ઓટોમોબાઈલ હબ બનવાને કારણે સ્થાનિક રોજગાર અને વ્યવસાયને મળ્યો વેગ : પ્રદ્યુમનસિંહ ઝાલા જેવી અનેક વ્યક્તિઓનો વ્યવસાય ₹3.50 કરોડ સુધી પહોંચ્યો : વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં પણ ચર્ચા12:12 PM IST
રાજકોટની સોની બજારમાં ૧૯ વર્ષના સચીન મીણાના વાહનમાં લિફટ લઇ છરી બતાવી ૪ લાખના સોનાની લૂંટ : મેરે પૈર મેં ચોટ આઇ હૈ, આગે તક છોડ દે કહી અજાણ્યો શખ્સ પાછળ બેઠોઃ આગળ જતાં છરી અડાડી લૂંટી લીધો : મુળ રાજસ્થાનનો યુવાન જ્યાં કામ કરે છે ત્યાંથી કોઠારીયા ચોકી પાસેની દુકાને જઇ સોનાના તારની લગડી દેવા જતો હતો ત્યારે દુકાન નજીકથી જ લૂંટારૂ લિફટના બહાને બેસી ગયો હતોઃ ચિલ્લાયા તો છરી ઘુસેડ દુંગા કહી લગડી કાઢી લીધી અને કહ્યું-એક્ટીવા મોડ કે પીછે જા નહિ તો ચાકૂ ઘુસેડ દુંગાં: એ-ડિવીઝન પોલીસે, ક્રાઇમ બ્રાંચ, એલસીબીએ તપાસ આદરી ભેદ ઉકેલાઇ જવાની આશા2:29 PM IST
સોની બજારના ૪ વેપારીઓનું ૭.૭૭ કરોડનું સોનુ-રોકડ લઇ ભાગેલા હસુ લોઢીયાની ધરપકડ : રેસકોર્ષ રીંગ રોડ પર બીગ બાઇટ પાછળ કલ્યાણ સોસાયટીમાં રહેતાં અને મારૂતિ જ્વેલર્સ નામે પેઢી ચલાવતાં હસમુખભાઇ ઉર્ફે હસુભાઇ લોઢીયાના રીમાન્ડ મેળવી પુછતાછ : ચાર વેપારીઓ સાથે ઠગાઇનો ગુનો દાખલ થયો હતો ઍ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયા અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો4:39 PM IST
અમરેલી જિલ્લામાં ટાવર ચોક ખાતેથી “સ્વદેશી અભિયાન”ને પ્રેરણાબળ પૂરું પાડતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ૬ થી ૭ દુકાનોમાં પ્રતિકાત્મક સ્વદેશી અભિયાનના સ્ટીકર લગાવી વેપારીઓ સાથે સહજભાવે વાતચીત કરી તેમના દ્વારા વેચાતાં ઉત્પાદનો વિશે જાણકારી મેળવી : સ્વદેશી અભિયાનએ આત્મનિર્ભર ભારત બનાવવાનો મુખ્ય પાયો અને સિદ્ધાંત છે : આગામી નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારોમાં ધૂમધામથી ખરીદી કરતી વખતે માત્ર સ્વદેશી વસ્તુઓને જ પ્રાધાન્ય આપીએ : વેપારીઓએ માત્ર સ્વદેશી બનાવટની જ વસ્તુઓ વેચવવાનો અને ગ્રાહકોએ ખરીદવાનો આગ્રહ રાખવો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ5:14 PM IST
અમરેલીના પ્રતિભાશાળી રમતવીરો સાથે પ્રેરક સંવાદ સાધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમર્થ વ્યાયામ મંદિરના બેડમિન્ટન કોર્ટ અને પરિસરની મુલાકાત લીધી : જિલ્લાથી રાષ્ટ્રીય કક્ષા સુધી વિવિધ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સમર્થ વ્યાયામ મંદિરના પ્રતિભાશાળી રમતવીરોનું સન્માન : “અમદાવાદ ખાતે વૈશ્વિક કક્ષાની સુવિધા સાથે આકાર પામેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નવા ભારતનું ગૌરવ” : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ5:37 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સખી મંડળની બહેનોને પ્રોત્સાહન આપવા અમરેલી ખાતેના સરસ મેળાની મુલાકાત લીધી : મુખ્યમંત્રીએ સખીમંડળની બહેનો સાથે પ્રેરક સંવાદ સાથે પ્રોત્સાહન પૂરું પાડ્યું : ભુપેન્દ્રભાઈ પટેલે ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાન ખાતે આયોજિત સરસ મેળામાં સખી મંડળની બહેનો સાથે પ્રેરક સંવાદ સાધીને તેમના ઉત્પાદનોની જાણકારી મેળવી : ભૂપેન્દ્રભાઈ પટેલને જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર્યા5:28 PM IST
અમરેલી ખાતે વરિષ્ઠ નાગરિકોની સોમનાથ-દ્વારકાના તીર્થ પ્રવાસની બસોને પ્રસ્થાન કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : અનુકંપા ફાઉન્ડેશન અંતર્ગત સંચાલિત તીર્થ પ્રવાસ યાત્રામાં અમરેલીના ૨૫૧ વરિષ્ઠ તીર્થ યાત્રીઓનું પ્રસ્થાન : યાત્રીકોને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : “સરકારની લોકકલ્યાણકારી યોજનાઓના લાભ લાભાર્થીના ઘર સુધી પહોંચ્યા છે” :“પર્યાવરણનું જતન કરવું એ આપણા સૌની સહયારી જવાબદારી” : ‘સ્વદેશી અપનાવો’ અભિયાનમાં સ્વયંભૂ જોડાવવા સૌ નાગરિકોને આહવાન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ગુજરાત રાજ્યમાં પારદર્શક વહીવટી સંસ્કૃતિ વિકસિત કરવા માટે મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અનુકંપા ફાઉન્ડેશન દ્વારા સન્માન : 5:19 PM IST
મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન. : તમામ જ્ઞાતિની બહેનોને વિનામૂલ્યે પ્રવેશ, બહેનોની સુરક્ષા માટે મહિલા બાઉન્સરોનો કડક બંદોબસ્ત : તિલક કરીને જ તમામને એન્ટ્રી અપાશે : સેલ્ફીઝોન, ફૂડ ઝોન, મેડિકલ સેવા સહિતની સુવિધાઓ સાથે સ્વયં સેવકોની મોટી ફોજ રહેશે ખડેપગે.1:04 AM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિનાશક યુદ્ધમાં રશિયન સૈન્યએ આચર્યો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક આતંક: યુક્રેનમાં રાહત સામગ્રી અને ખોરાક લેવા માટે એક શાળાની ઈમારતે એકઠાં થયેલા નિરાધાર અને માસુમ નાગરિકો પર રશિયાએ કાળમુખી 'એરસ્ટ્રાઈક' કરીને બોમ્બમારો કરતાં ગણતરીની સેકન્ડોમાં પૂરા ૪૦ લોકોના કરૂણ મોત નિપજ્યા છે અને દસકો લોકો લોહીલુહાણ થતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : શરણાર્થીઓ અને માસુમ માનવોના રક્તથી લાલચોળ બની સ્કૂલની ઈમારત:આકાશમાંથી ઝીંકાયેલા કાળમુખા મિસાઈલો અને મૃતાત્માઓના ચાસીસાથી સમગ્ર વિશ્વના નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST
માઇક્રોસોફ્ટની કડક સ્પર્ધા બાદ હવે ગૂગલએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે કરોડો ડોલરનું ભવ્ય રોકાણ વધારવાના કાળમુખા બહાને ૫ દેશોમાં ફરજ બજાવતા પોતાના હજારો કર્મચારીઓને સ્વેચ્છાએ નોકરી છોડી દેવાની ધડાકાબાર ઓફર પકડાવી દેતાં સમગ્ર આઈટી ક્ષેત્ર અને સાઈબર આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : એઆઈ રેસમાં આગળ નીકળવા માટે ગૂગલે પોતાના જ પાયાના કર્મચારીઓના ભવિષ્ય પર ફેરવ્યું કાળમુખું બુલડોઝર:નોકરીઓ ગુમાવવાના અચાનક આદેશથી સમગ્ર વિશ્વના આઈટી એન્જિનિયરોના છાતીના પાટિયા બેસી ગયા6:11 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
ભારત-પાકિસ્તાન મેચ માટે એન્ડી પાયક્રોફ્ટ જ રેફરી રહેશે, ICCએ પાકિસ્તાનના વાંધાને નકારી કાઢ્યો: દુબઈમાં રમાનારી તમામ મેચો માટે મેચ રેફરી તરીકે સેવા આપશે : ICCના CEO સંજોગ ગુપ્તાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મેચ અધિકારીઓની નિમણૂક કેન્દ્રિય રીતે કરવામાં આવે છે, તેમાં સભ્ય બોર્ડની કોઈ ભૂમિકા હોતી નથી: આ નિમણૂક ICCની નીતિ મુજબ11:48 PM IST
પ્રેસ કોન્ફરન્સ રદ કરવા બદલ સુનિલ ગાવસ્કરે પાકિસ્તાનની કરી ટીકા, કહ્યું - 'દંડ તરીકે પોઈન્ટ કાપવો જોઈએ': પાકિસ્તાન પર પ્રતિબંધો લાદવાની માંગ કરી : ગાવસ્કરે એમ પણ કહ્યું કે, આજના વિશ્વમાં, મીડિયા સાથે ખુલ્લો સંવાદ જાળવવો ખૂબ જ જરૂરી છે. પાકિસ્તાને અગાઉ UAE સામેની મેચ પહેલા પણ પ્રેસ કોન્ફરન્સ છોડી દીધી હતી11:53 PM IST
ભારતીય ફિલ્ડરોની ભયંકર ભૂલો: ત્રણ જીવનદાન: સાહિબજાદા ફરહાને ભારત સામે ઝંઝાવાતી અડધી સદી ફટકારી, પરંતુ તેની ઉજવણીએ ક્રિકેટ જગતમાં નવો વિવાદ જગાવ્યો : એશિયા કપ સુપર-૪: પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાને ભારત સામે ઝંઝાવાતી અડધી સદી ફટકારી, પરંતુ તેની ઉજવણીએ ક્રિકેટ જગતમાં નવો વિવાદ જગાવ્યો. ભારતીય ખેલાડીઓની નબળી ફિલ્ડિંગનો ભરપૂર ફાયદો ઉઠાવીને તેણે આક્રમક ઇનિંગ રમી હતી.10:35 PM IST
સ્મૃતિ મંધાનાએ રચ્યો ઇતિહાસ : ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી : ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ સામેની ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની :મંધાનાએ માત્ર 23 બોલમાં બે છગ્ગા અને નવ ચોગ્ગા સાથે અડધી સદી ફટકારી 10:10 PM IST
ભારત સામેની મોટી મેચ પહેલા પાકિસ્તાને બદલી રણનીતિ, પ્રેસ કોન્ફરન્સ રદ કરી, ટીમમાં પ્રેરક વક્તાને ઉમેર્યા!: માનસિક યુદ્ધની તૈયારી : ડૉ. રાહીલ કરીમ ખેલાડીઓને માનસિક રીતે મજબૂત કરવા, આત્મવિશ્વાસ વધારવા અને મેચના દબાણને કેવી રીતે સંભાળવું તે અંગે તાલીમ આપશે: ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ ચરમસીમાએ10:20 PM IST
ઓસ્ટ્રેલિયા સામે ભારતનો હાઈ-સ્કોરિંગ મુકાબલામાં પરાજય, મંધાનાની સૌથી ઝડપી સદી પણ નિરર્થક!: ઓસ્ટ્રેલિયાએ 412 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, 2-1થી જીતી શ્રેણી : માત્ર 50 બોલમાં સદી: આ વન-ડેમાં કોઈ પણ ભારતીય ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી છે, જેણે વિરાટ કોહલીના 52 બોલના લાંબા સમયથી ચાલી રહેલા રેકોર્ડને તોડી નાખ્યો.11:52 PM IST












































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





































































































































































