<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

અમાસ નિમિતે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને નાડાછડીના વાઘા : નાડાછડી-ગુલાબ-ગલગોટાના ફુલોનો શણગાર

શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) પ્રેરણાથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો : ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટયા

રાજકોટ તા.૨૧

         સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે સાળંગપુરમાં અમાસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને નાડાછડીના વાઘા અને નાડાછડીની સાથે ગુલાબ-ગલગોટા ફુલોનો શણગાર ધરાવવામાં આવ્યો છે. આજે સવારે 5:45 કલાકે  શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા  કરવામાં આવી હતી.

આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને  6 દિવસની મહેનતે 2 હરિભક્તો દ્વારા સુરતમાં બનાવવામાં આવેલા નાડાછડીના વાઘા પહેરાવવામાં આવ્યા છે. હનુમાનજીદાદાના સિંહાસને નાડાછડીની સાથે ગુલાબ-ગલગોટા ફુલોનો શણગાર ધરાવવામાં આવ્યો છે. આ શણગાર કરતાં 2 સંતો, ભક્તો અને પાર્ષદોને 3 કલાકનો સમય લાગ્યો હતો.

આજે સાંજે 04:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. દાદાને  દિવ્ય  શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 6:30 કલાકે  કરવામાં આવશે.

(11:43 AM IST)