તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st September 2025
રાજપીપળામાં શનિવારે રાત્રે મેઘરાજા તોફાની બેટિંગથી માર્ગો પાણીમાં જળબંબાકાર : 5 ઇંચ જેવો વરસાદ
સાંજથી ખતરનાક વીજળી સાથે આવેલા મેઘરાજાથી રાજપીપળામાં કર્ફ્યૂ જેવો માહોલ, ગરબા આયોજકો ચિંતિત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો હતો, જોકે જિલ્લાના અન્ય તાલુકાઓ માં છૂટો છવાયો વરસાદ પડ્યો પરંતુ નાંદોદ (રાજપીપળા) તાલુકામાં ખતરનાક વીજળી સાથે વરસાદ પડતા રાજપીપળા ના બજાર અને મુખ્ય માર્ગો સુમસામ જોવા મળ્યા, જાણે કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળ્યો, સાથે ગરબા આયોજકો અને રસિયાઓ નવરાત્રિ માં વરસાદ ની આગાહી ને પગલે ચિંતા માં મુકાયા છે.
નર્મદા જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું, જેમાં ખાસ કરીને નાંદોદ તાલુકો ભારે વરસાદમાં પાણીથી રાજપીપળા જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યું, મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો, રાત્રિ ના સમયે જોરદાર વીજળીના અવાજથી નાના ભૂલકા થથરી ઉઠ્યા હતા.
નાંદોદ તાલુકામાં પાંચ ઇંચ જેવા ભારે વરસાદ ના કારણે ઘણા ગામોના ખેતરો માં પાણી ભરાયા તેમજ રસ્તાનું ધોવાણ થતા ગ્રામજનો હેરાન થતા તંત્રને રજૂઆત કરી છે. આમ અચાનક આવી પડેલી કુદરતી આફત માં ખેડૂતો મુશ્કેલી માં મુકાયા છે
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
