<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

ખેડા જિલ્લામાં મેઘરાજાની તોફાની એન્ટ્રી: નડિયાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ

અચાનક આવેલા વરસાદથી ગરબા આયોજકો ચિંતામાં મુકાયા : વરસાદને લીધે ધરતીપુત્રોમાં ખુશીની લહેર :વરસાદને કારણે ખાસ કરીને ડાંગરના પાકને મોટો ફાયદો થશે.

અમદાવાદ : નવરાત્રિના આગલા દિવસે જ ખેડા જિલ્લામાં મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ છે. નડિયાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અચાનક આવેલા વરસાદથી ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે. જોકે, આ વરસાદને લીધે ધરતીપુત્રોમાં ખુશીની લહેર પ્રવર્તી રહી છે. વરસાદને કારણે ખાસ કરીને ડાંગરના પાકને મોટો ફાયદો થશે. વરસાદને લીધે લોકોને ગરમીથી મળી રાહત, વાતાવરણમાં પ્રસરી ઠંડક પ્રસરી જવા પામી છે.

(5:32 PM IST)