તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st September 2025
બેડી ગામ સરદાર ચોકમાં મીત વાડોદરીયા પર મનિષ મુંધવા સહિત ચારનો હુમલોઃ ખૂનની ધમકીઃ સ્કૂલમાં છાત્રા સાથે બોલાચાલી થઇ હોઇ તેની માફી ન માંગતા ડખ્ખોઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટઃ શહેરના મોરબી રોડ પર આવેલા બેડી ગામાં સરદાર ચોક પાસે કુવાવાળી શેરીમાં રહેતાં અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં મીત કોૈશિકભાઇ વાડોદરીયા (ઉ.વ.૧૮)ને તે રાતે પોણા દસેક વાગ્યે ઘરે હતો ત્યારે મનિષ મુંધવા અને ત્રણ અજાણ્યા શખ્સોએ આવી ઘરમાં ઘુસી તેની સાથે અને તેના પિતાજી સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. નારણભાઇએ ગુનો નોંધ્યો છે.
મીત વાડોદરીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ચાર દિવસ પહેલા હું સ્કૂલમાં હતો ત્યારે એક છાત્રાની બાજુમાંથી પસાર થવા બાબતે બોલાચાલી થઇ હતી. મારો વાંક ન હોઇ મેં માફી માંગી નહોતી. આ બાબતનો ખાર રાખી મનિષ સહિતનાએ પહેલા મને અજાણ્યા નંબરમાંથી ફોન કરી તું ક્યાં છો તને મારવો છે એવુ કહેતાં મેં બે ત્રણવાર ફોન કટ કરી નાંખ્યો હતો. બાદમાં આ બધાએ ઘરે આવી ગાળાગાળી કરી તે કેમ સ્કૂલમાં છાત્રાની માફી ન માંગી? કહી મારકુટ કરી હતી. આ ચારેય શખ્સોને હું ઓળખતો નહોતો. પણ મારા પિતાએ નામ પુછતાં એક જણાએ પોતે મનિષ મુંધવા હોવાનું કહ્યું હતુ. તેણે કારમાંથી ધોકો કાઢીને પણ ધમકી આપી હતી. બાદમાં અમે પોલીસ બોલાવી હતી.
(11:47 AM IST)










