Gujarati News

Gujarati News

  • શ્રી રામ જેઠમલાણીનું દુઃખદ નિધન : પોતાની મહેનત અને સમર્પણથી વકીલાતની દુનિયામાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરનાર વરિષ્ઠ વકીલ શ્રી રામ જેઠમલાણીનું નિધન થયું. 95 વર્ષિય વરિષ્ઠ એડવોકેટ શ્રી રામ જેઠમલાણીનું રવિવારે સવારે નિધન થયું હતું. તેમણે ભારતના કેન્દ્રીય કાયદા પ્રધાન અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે સેવા આપી હતી. access_time 10:31 am IST

  • ઓરિસ્સામાં નવા વાહન કાનૂનને લઈને લોકોનું જોરદાર પ્રદર્શન : પોલીસનો લાઠીચાર્જ : રાજમહેલ ચોક પર પોલીસે વાહનનોનું નવા એક્ટ મુજબ ચલણ કાપતા અને સરકારી વાહનોને જવા દેતા વાહન ચાલકો વિફર્યા : લોકોએ પોલીસના વલણના વિરોધમાં કર્યું પ્રદર્શન : પ્રદર્શનકારીઓએ પર પોલીસ લાઠીચાર્જ કર્યો access_time 1:22 am IST

  • ર૩૦ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરવાની તૈયારીમાં : અજીત ડોભાલ : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું છે કે, ર૩૦ જેટલા ત્રાસવાદીઓ ઘુસણખોરી કરવાની તૈયારીમાં છે : પાકિસ્તાન આતંકવાદ થકી જમ્મુ-કાશ્મીરમાં સમસ્યા પેદા કરવા માંગે છે : અમે લોકોની સુરક્ષા કાયમ કરવા વચનબદ્ધ છીએ : તેમણે કહ્યું છે કે કાશ્મીરમાં સ્થિતિ સતત સુધરી રહી છે : ૯ર.પ ટકા ભાગમાંથી પ્રતિબંધો ઉઠાવી લેવાયા છે access_time 3:28 pm IST