Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં સેરેના-એન્ડ્રિસ્કૂ ટક્કર

નવી દિલ્હી: અમેરિકન સ્ટાર સેરેના વિલિયમ્સે ઇલેના સ્વિટોલિનાને હરાવીને વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. શનિવારે તેનો મુકાબલો કેનેડાની બિયાન્કા એન્ડ્રિસ્કૂ સામે થશે. સેરેના કારકિર્દીનો ૨૪મો ગ્રાન્ડસ્લેમ જીતવાનો પ્રયાસ કરશે જેના કારણે તે દિગ્ગજ ખેલાડી માર્ગરેટ કોર્ટના રેકોર્ડની બરોબરી કરી લેશે. સેરેનાએ યૂક્રેનની સ્વિટોલિનાને ૬-૩, ૬-૧થી હરાવીને તેની શાનદાર સફરનો અંત આણ્યો હતો. સ્વિટોલિના છેલ્લા કેટલાક સમયથી પોતાની રમતમાં સતત સુધારો કરીને છેલ્લા બે ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પહોંચી હતી. જોકે સ્વિટોલિના પરાજય થયો હોવા છતાં સોમવારે જાહેર થનારી નવી રેન્કિંગમાં ત્રીજા ક્રમે પહોંચી જશે. સેરેના યુએસ ઓપનમાં ૧૦મી તથા કોઈ ગ્રાન્ડસ્લેમની ૩૩મી ફાઇનલમાં પ્રવેશી છે.

(7:15 pm IST)