Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

શ્રીલંકાના ક્રિકેટર મલિંગાએ રચ્યો ઇતિહાસ: સળંગ 4 બોલમાં લીધી 4 વિકેટ

નવી દિલ્હી: શ્રીલંકાના ફાસ્ટ બોલર મલિંગાએ કારકિર્દીમાં બીજી વખત આંતરરાષ્ટ્રીય મેચમાં સળંગ ચાર બોલમાં ચાર વિકેટ ઝડપીને ઈતિહાસ રચી દીધો હતો. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને આખરી ટી-૨૦મા મલિંગાએ ઈનિગની ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર મુનરોને, ચોથા બોલ પર રૃથરફોર્ડને, પાંચમા બોલ પર ગ્રાન્ધોમને અને છઠ્ઠા બોલ પર રોસ ટેલરને આઉટ કરીને ખળભળાટ મચાવ્યો હતો. આ સાથે તે દુનિયાનો પહેલો એવો બોલર બન્યો છે કે, જે વન ડે અને ટી-૨૦ એમ બંનેમાં ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી ચૂક્યો છે.મલિંગાએ સપાટો બોલાવતા ન્યૂઝીલેન્ડની ટીમ ૧૨૬ના ટાર્ગેટનો પીછો કરતાં ૧૫/૪ પર ફસડાઈ હતી અને આખરે ૮૮ રનમાં ખખડી જતા હારી ગઈ હતી. જોકે તેઓએ ૨-૧થી ટી-૨૦ શ્રેણી જીતી લીધી હતી.

 

(7:15 pm IST)