Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

આર્ચરને અપશબ્દ કહેનારા દર્શકોને સ્ટેડિયમની બહાર તગેડી મુકાયા

હાલમાં ચાલી રહેલી એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચમાં કેટલાક ઓસ્ટ્રેલિયન ચાહકોને સ્ટેડિયમની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. વાસ્તવામાં બાઉન્ડરીલાઈન પાસે બેઠેલા ઓસ્ટ્રેલિયન ચાહકો ત્યાં ફીલ્ડિંગ કરી રહેલા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને અપશબ્દો કહી રહ્યા હતા. એનાથી કંટાળીનેએ દર્શકની બાજુમાં બેઠેલા અન્ય એક ચાહકો સ્ટેડિયમ ઓથોરિટીને ફરિયાદ કરી હતી.

(3:30 pm IST)