Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

મહાન ક્રિકેટર ડોન બ્રેડમેનની પૌત્રી ઓસ્ટ્રેલીયાના ધનીકોની યાદીમાં સામેલ

સીડનીઃ ઓસ્ટ્રેલીયાના મહાન ક્રિકેટર ડોન બ્રેડમેનની પૌત્રી ગ્રેટા ઓસ્ટ્રેલીયાના અમીર લોકોની યાદીમાં સામેલ છે. ગ્રેટા અને તેના પતિ એલજીંગાની કંપની દુનિયાભરમાં કરોડો લોકોની કામમાં મદદ કરે છે.

ગ્રેટા અને એલજીગાએ ૯ વર્ષ પહેલા કલ્ચર એપ કંપની બનાવી હતી. જે દુનિયાના ૧૦ કરોડથી વધુ કર્મચારીઓને તેમના કામ દરમિયાન ખુશ રહેવા અને તેમાં વધુ ભાગીદારી માટે સુનિશ્ચિત કરે છે. આ કંપનીનો ઉપયોગ ઓસ્ટ્રેલીયન ક્રિકેટ પણ કરે છે. છતા તેના અધીકારીઓને નથી ખબર કે કંપની બ્રેડમેનની પૌત્રીની છે. ગ્રેટાને સંતાનોમાં બે પુત્રો જુડ અને કૈસપર છે.

(3:29 pm IST)