Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ટેસ્ટમાં સ્મિથ, પણ કોહલી દરેક ફોર્મેટમાં બેસ્ટઃ વોર્ન

નવી દિલ્હીઃ હાલમાં ઓસ્ટ્રેલિયન પ્લેયર સ્ટીવન સ્મિથે એશિઝ સિરીઝમાં શાનદાર પર્ફોમન્સ આપી આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીનો નંબર-વન બેટ્સમેનનો તાજ છીનવી લીધો છે. આ વિશે ઓસ્ટ્રેલિયન ટીમના ભૂતપૂર્વ મહાન પ્લેયર શેન વોર્નને પૂછવામાં આવ્યું કે તમારા મતે આ બન્નેમાંથી, બેસ્ટ પ્લેયર કોણ? ત્યારે તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ટીમના પ્લયેલર સ્મિથને પહેલો નંબર આપ્યો, જયારે દરેક ફોર્મેટની વાત કરતાં તેણે કોહલીને બેસ્ટ ગણાવ્યો હતો.

આ અંગે વાત કરતાં વિસ્તૃતપણે વોર્ન  કરતાં કહ્યું હતું કે   'ટેસ્ટ ક્રિકેટમાં હું કોહલી અને સ્મિથમાંથી કોઈ એકને પસંદગીની વાત આવે તો હું સ્મિથની કરીશ. જોકે સ્મિથની ગેરહાજરીમાં હું કોહલીને પસંદ કરીશ, કેમ કે તે એ ક લેજન્ડ છે. જો તમે ક્રિકેટના દરેક ફોર્મેટની વાત કરતા હો તો વિરાટ કોહલી બેસ્ટ પ્લેયર  છે. એક સમયે વિવિયન રિચર્ડ્સ વન-ડે અને દરેક ક્રિકેટના ફોર્મેટમાં બેસ્ટ પ્લેયર ગણાતા, પણ આજે વિરાટ એ યાદીમાં ટોચના સ્થાને છે. મારા માટેતે વિવિયન કરતાં મોટો પ્લેયર બની ગયો છે.

(3:31 pm IST)