તા. ૨૪ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૯ રવિવાર
ઉત્તર પ્રદેશમાં મસ્જિદના રિ-સર્વેની જાણ થતાં જ મસ્જિદની પાછળ એકઠા થયેલા મોટી સંખ્યામાં લોકોએ હોબાળો મચાવ્યો અને પથ્થરમારો કર્યો વહીવટી તંત્રના એક વાહનને આગ ચાંપી : પથ્થરમારામાં SPના PRO ઘાયલ : યુપીના સંભલમાં આવેલી ઐતિહાસિક શાહી જામા મસ્જિદને હરિહર મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યા બાદ આજે લગભગ બે કલાક સુધી અહીં ફરીથી સર્વે કરવામાં આવ્યો : સંભલ જામા મસ્જિદ-હરિહર મંદિર વિવાદ કેસની આગામી સુનાવણી 29 નવેમ્બરે 3:12 PM IST
ભારતમાં એક દિવસમાં 640 મિલિયન એટલે કે 64 કરોડ મતોની ગણતરી થઈ છે, પરંતુ અમેરિકન રાજ્ય કેલિફોર્નિયામાં હજુ પણ મતોની ગણતરી ચાલુ છે :એલોન મસ્કે ભારતની ચૂંટણી પ્રણાલી વખાણી : આ અગાઉ એલોન મસ્કે તે સમયે કહ્યું હતું કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને પોસ્ટલ વોટિંગ 'ખૂબ જ ખતરનાક' હોઈ શકે છે અને તેનું સ્થાન બેલેટ પેપર વોટિંગ અને ડાયરેક્ટ વોટિંગ દ્વારા લેવું જોઈએ12:12 PM IST
મહારાષ્ટ્રમાં 'વોટ જેહાદ'નો ફતવો બહાર પાડનાર અને ભાજપને વોટ ના આપવાની અપીલ કરનાર મૌલાના સજ્જાદ નોમાનીનો સૂર અચાનક જ બદલાઈ ગયો : માફી માગી : મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મૌલાન સજ્જાદ નોમાનીએ કહ્યું હતું કે, અમે 269 બેઠકો પર મહા વિકાસ અઘાડીના ઉમેદવારોને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે, ભાજપને વોટ ના આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તમે લોકો ભાજપનો બહિષ્કાર કરો12:13 PM IST
મહારાષ્ટ્રમાં પરિવારો વચ્ચે જામી હતી જંગ, પિતાએ પુત્રીને, ભાઈએ બહેનને અને કાકાએ ભત્રીજાને હરાવ્યા :શરદ પવારના ભત્રીજા અજિત પવારે તેમના ભત્રીજાને ચૂંટણીમાં હરાવ્યા : પિતાએ તેમની પુત્રી ભાગ્યશ્રી આત્રામને હરાવ્યા : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં અનેક રાજકીય પરિવારોના સભ્યો એકબીજાની સામે ઉભા હતા, ઘણી બેઠકો પર ઉમેદવારોને તેમના જ પરિવારના સભ્યો તરફથી હારનો સામનો કરવો પડ્યો 12:32 PM IST
ઋષિમુનીઓ, સંતો-મહંતોના આધ્યાત્મિક પ્રદાન અને માર્ગદર્શન થકી ભારત હજારો વર્ષોથી સમગ્ર વિશ્વને પ્રેરણા પૂરી પાડી રહ્યું છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રેસકોર્સ સ્થિત માનસ સદ્દભાવના 'રામકથા'માં ઉપસ્થિત રહ્યા: વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન તેમજ નિરાધાર વૃદ્ધો માટે કામગીરી કરતા સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરીને રાજ્યપાલે બિરદાવી7:37 PM IST
મહારાષ્ટ્રના ત્રણ નેતાના રાજ્યસભાના સાંસદ પદ ઉપર ખતરો: વિધાનસભામાં તેમના સભ્યો ન હોવાથી તેમને સમર્થન મળવાનું મુશ્કેલ બની રહેશે. : સૌથી કદાવર નેતા છે એનસીપીના સ્થાપક શરદ પવાર અને શિવસેના (યુબીટી)ના મહિલા નેતા પ્રિયંકા ચતુર્વેદીનો 2026 અને 2028માં શિવસેનાના સૌથી બોલકા પ્રવક્તા સંજય રાઉતનો કાર્યકાળ પુરો થાય છે7:15 PM IST
ઉત્તર ભારતમાં બર્ફીલા પવનની અસર : દિલ્હી, પંજાબ, યુપી અને બિહારમાં તાપમાન ઘટયુ : દિલ્હી , પંજાબ, હરિયાણા, હિમાચલ, યુપી અને ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં ધુમ્મસની સંભાવના : તમિલનાડુ અને કેરળના ઘણા જિલ્લામાં વરસાદનું એલર્ટ : હવામાન વિભાગની આગાહી : દેહરાદૂનમાં પણ સવારે ધુમ્મસ અને ધુમ્મસ છવાઈ શકે છે. મંગળવારથી મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં તે અત્યંત ઠંડી હોઈ શકે છે : હવામાન કેન્દ્રના ડાયરેક્ટર બિક્રમ સિંહ1:13 PM IST
આજે એનસીસી દિવસ છે. હું પોતે NCC કેડેટ રહી ચુક્યો છું. NCC યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને સેવાની ભાવના કેળવે છે જ્યારે પણ કોઈ આપત્તિ આવે છે, ત્યારે NCC કેડેટ્સ મદદ માટે ચોક્કસપણે હાજર હોય છે આજે એનસીસીને મજબૂત બનાવવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે : નરેન્દ્રભાઈ મોદી : જૂઓ વિડિયો : મન કી બાતમાં નરેન્દ્રભાઈ મોદીએ દેશ યુવાધનને કરી મહત્વની અપીલ, કહ્યું અહીંથી અનુશાસન અને નેતૃત્વ શીખો, મારો પણ અનુભવ : સ્વામી વિવેકાનંદની 162મી જન્મજયંતિ પર 11-12 જાન્યુઆરી, 2025ના રોજ ભારત મંડપમ ખાતે યોજાનાર 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ'ની પણ જાહેરાત કરી1:53 PM IST
કોણ છે જય ભટ્ટાચાર્ય? કોલકાતામાં જન્મેલા, સ્ટેનફોર્ડ-પ્રશિક્ષિત ફિઝિશિયન યુએસ હેલ્થ એજન્સીના વડા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની ટોચની પસંદગી : ભટ્ટાચાર્યના સંશોધનમાં સમગ્ર વિશ્વમાં આરોગ્યસંભાળના અર્થશાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ થાય છે જેમાં સંવેદનશીલ વસ્તીના સ્વાસ્થ્ય અને સુખાકારી પર વિશેષ ભાર મૂકવામાં આવે છે, સરકારી કાર્યક્રમોની ભૂમિકા, બાયોમેડિકલ ઇનોવેશન અને આરોગ્ય નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.5:13 PM IST
પ્રતાપગઢના કુંડાના ભક્તિધામ માનગઢ અને મથુરાના પ્રેમ મંદિરના સંસ્થાપક જગદગુરુ કૃપાલુ મહારાજની ત્રણ પુત્રીઓને અકસ્માત નડ્યોઃ એકનું મોત : યમુના એક્સપ્રેસ વે પર કારને ઓવરટેક કરતી વખતે ટેન્કર પલટી જતા અકસ્માત સર્જાયોઃ કારમાં મુસાફરી કરી રહેલી જગદગુરુની મોટી પુત્રી વિશાખા ત્રિપાઠીનું મોત નિપજયુઃ બંને પુત્રીઓ ક્રિષ્ના અને શ્યામા ઘાયલઃ અન્ય ચાર લોકો પણ ઘાયલ થયા છે4:52 PM IST
અમેરિકી કોર્ટમાં અદાણી વિરૂદ્ધ દાખલ કરાયેલા આરોપની તપાસ કરવાના નિર્દેશોની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ : અરજીમાં કહેવામાં આવ્યું છે કે "સેબીએ તપાસ પૂર્ણ કરીને અને રિપોર્ટ અને તેના તારણો રેકોર્ડ પર મૂકીને વિશ્વાસ જગાડવો જોઈએ. કારણ કે સેબીની તપાસમાં શોર્ટ સેલિંગના આરોપો હતા અને વિદેશી અધિકારીઓ દ્વારા કરાયેલા વર્તમાન આરોપો તેનાથી સંબંધિત હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે3:52 PM IST
કર્ણાટકમાં કોંગ્રેસની જીતથી બીજેપી અને જેડીએસના સૂપડા સાફ : ગ્રેસે ચન્નાપટના, શિગગાંવ અને સંદુરમાં જીત મેળવી, 3-0નો સ્કોર મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને તેમની પાર્ટી માટે મોટી રાહત છે. આ ફટકો ભાજપને દબાણ કરશે, જે કોંગ્રેસને વધુ દબાવવાનો પ્રયાસ કરી રહી હતી, ફરીથી વ્યૂહરચના બનાવવા માટે, જ્યારે JD(S) ને હવે બીજી કડવી ગોળી ગળવી પડશે3:42 PM IST
કેનેડાના મોન્ટ્રીયલમાં શુક્રવારે રાત્રે ઈઝરાયેલ વિરોધી અને પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનોમાં થયેલી હિંસા અંગે જસ્ટિન ટ્રુડો ઘેરાયા : કેનેડાના વિપક્ષી નેતા પિયર પોઈલીવરે આ ઘટના માટે PM જસ્ટિન ટ્રુડોને જવાબદાર ગણાવ્યા અને કહ્યું કે તમે આ હિંસાની નિંદા કરવાનું માત્ર નાટક કરી રહ્યા છો : PM જસ્ટિન ટ્રુડો ટેલર સ્વિફ્ટ કોન્સર્ટમાં ડાન્સ કરતાં હોય તેવો એક વીડિયો વાયરલ થતા ટીકાકારો કહી રહ્યા છે કે, એક બાજુ મોન્ટ્રીયલમાં હિંસા ભડકી ઉઠી, જ્યારે બીજી બાજુ વડાપ્રધાન ટ્રુડો ટેલર સ્વિફ્ટના ટ્રેક “યુ ડોન્ટ ઓન મી” પર ડાન્સ કરતા જોવા મળ્યા3:34 PM IST
ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ ડીસીપીને ફોન કરીને ડિજિટલ ધરપકડ કરવાનો પ્રયાસ : પોલીસ અધિકારી એ તેની સાથે સંપૂર્ણ વાત કરી અને અંતે વીડિયો સ્ટેટમેન્ટ આપતા તેની અસલી ઓળખ જાહેર કરતા ઠગના પગ નીચેથી જમીન સરકી ગઈ અને ડરી ગયો : સાયબર ઠગ પહેલા ફોન કરીને ક્રેડિટ કાર્ડ અને આધાર કાર્ડના દુરુપયોગની વાત કરી : અધિકારીએ કહ્યું કે આ મેં નથી કર્યું, મારા નામે કોઈએ કર્યું હશે,આ પછી, ઠગ તેને સતત ધમકાવતો રહ્યો અને બે કલાકમાં મુંબઈ પોલીસ સ્ટેશન આવીને તેનું નિવેદન નોંધવા કહ્યું3:36 PM IST
વૃક્ષ વાવવા માટે કરેલું ખામણું યજ્ઞકુંડ છે : પૂ. મોરારિ બાપુ : રાજકોટમાં વૃક્ષોનો કુંભમેળો ભરાયો છે : ચિત્રકૂટની તળેટીમાં સીતાજી અને લક્ષ્મણજીએ કર્યુ હતું વૃક્ષારોપણ: પરમાત્માના નામ સંકિર્તન થી પર્યાવરણ શુઘ્ધ રહેશે : રાજકોટમાં રામ સંસ્કાર પહેલેથી વ્યાપેલા છે: સદભાવના વૃઘ્ધાશ્રમ આયોજિત માનસ સદભાવના રામકથામાં બીજા દિવસે ભાવિકોની હકડેઠૃઠ ભીડ જામી3:33 PM IST
મહાયુતિની જીત બાદ હવે સીએમ ચહેરાને લઈને મંથનનો રાઉન્ડ ચાલી : દેવેન્દ્ર ફડનીસને મુખ્યમંત્રી પદની જવાબદારી આપવામાં આવશે કે પછી એકનાથ શિંદેને ફરી એકવાર મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવશે ? : ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ફડણવીસે એક વીડિયો પોસ્ટ કર્યો પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, "ગરુડની વાસ્તવિક ઉડાન હજુ બાકી છે..." વર્ષ 2019નો વીડિયો વાયરલ થયો હતો3:31 PM IST
મહારાષ્ટ્રમાં ભાજપની જીતની અસર સોમવારે શેરબજાર ઉપર દેખાશે : શેરબજારના નિષ્ણાતો માને છે કે મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો રોકાણકારોનો મૂડ બદલી શકે છે : મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો આવ્યા તે પહેલાં જ શેરબજારમાં ભડકો થયો અને સેન્સેક્સ-નિફ્ટી બંને સૂચકાંકો 2 ટકાથી વધુના ઉછાળા સાથે ઝડપી ગતિએ દોડ્યા3:23 PM IST
જ્યાં સુધી ચૂંટણી પંચ પેટાચૂંટણીમાં નકલી વોટ રોકવા માટે સંપૂર્ણ વ્યવસ્થા ન કરે ત્યાં સુધી બસપા કોઈ પેટાચૂંટણી લડશે નહીં : ઉત્તર પ્રદેશ માં કારમી હાર બાદ માયાવતીની મોટી જાહેરાત : ચંદ્રશેખરની પાર્ટી પર પણ નિશાન સાધ્યું : માયાવતીએ દલિત મતદારોને આ નાના પક્ષોને મત ન આપવાની અપીલ કરી : આ તમામ પાર્ટીઓ અન્ય પાર્ટીઓ વતી બનાવવામાં આવી છે,એવી પાર્ટીને મત આપશો નહીં જે વેચાણ માટે છે 3:15 PM IST
મહાયુતિની જીત પર નવનીત રાણા ઉત્સાહિત થયા, જોરદાર ડાન્સ કર્યો; અમરાવતીથી રવિ રાણા જીત્યા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ : પતિની જીત બાદ નવનીત રાણાએ વિજય સરઘસ કાઢ્યું : વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહેતી જોવા મળી રહી છે કે, અરે ભાઈ તમે મહારાષ્ટ્રમાં શું ખાધું? તેની સાથે હાજર મહિલાઓ 'કમાલ ખિલા'નો જવાબ આપી રહી છે3:11 PM IST
ઝારખંડમાં મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેન 26 નવેમ્બરે શપથ લેશે : જેએમએમમાંથી 6 અને કોંગ્રેસમાંથી 4 ધારાસભ્યો મંત્રી બની શકે તેવી સંભાવના : ઝારખંડના સીએમ હેમંત સોરેન આજે સાંજે 4 વાગ્યે રાંચીમાં રાજભવન જશે અને રાજીનામું આપશે અને ઝારખંડમાં ફરીથી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે : આજે ઈન્ડિયા એલાયન્સના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક પણ સીએમ આવાસ પર યોજાશે3:05 PM IST
કાશ્મીરમા ખતરનાક વલણ ખીણના પર્યાવરણીય સંતુલન માટે મોટો ખતરો : એક વેટલેન્ડ કે જે એક સમયે સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે સમૃદ્ધ નિવાસસ્થાન હતુ પરંતુ હવે તે સંપૂર્ણપણે સુકાઈ ગયું : ઢોર હવે આખા વિસ્તારમાં મુક્તપણે ચરતા જોવા મળે છે, અને આ ભયાનક પરિસ્થિતિ વેટલેન્ડને પુનઃસ્થાપિત કરવા માટે પગલાની તાત્કાલિક જરૂરિયાત : પર્યાવરણવાદીઓની વહીવટીતંત્રને આ સળગતી સમસ્યાને ઉકેલવા માટે તાત્કાલિક અને નિર્ણાયક રીતે કાર્ય કરવા અપીલ3:10 PM IST
મહારાષ્ટ્રમાં શિંદે જૂથની જીતથી અદાણીને મોટી રાહત : ધારાવી રિડેવલપમેન્ટ પ્લાનને મળશે નવી તાકાત : મહારાષ્ટ્રમાં ભાજપ સમર્થિત સરકારની રચના સાથે, મુંબઈના ધારાવી વિસ્તારને આધુનિક અને વિશ્વ કક્ષાના બદલવાની યોજના વેગવંતી બનશે : ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) એ વચન આપ્યું હતું કે જો રાજ્યમાં તેમની સરકાર બને તો અદાણી જૂથને આપેલી તમામ જમીન પાછી લેવામાં આવશે અને આ પ્રોજેક્ટ રદ કરવામાં આવશે પરંતુ હવે આ જીત બાદ અદાણીને રાહત3:03 PM IST
કૃપાલુ મહારાજની પુત્રી વિશાખા ત્રિપાઠીનું રોડ અકસ્માતમાં મોત, યમુના એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાતા પરિવાર અને અનુયાયીઓમાં ભારે શોક : વિશાખા ત્રિપાઠી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. તેમના પાર્થિવ દેહ વૃંદાવનના પ્રેમ મંદિરમાં લાવવામાં આવશે જ્યાં અનુયાયીઓ તેમને શ્રદ્ધાંજલિ આપશે: અંતિમ સંસ્કાર સોમવારે યમુના કિનારે કરવામાં આવશે3:03 PM IST
દુબઈ રન 2024: યુએઈના રહેવાસીઓએ શેખ ઝાયેદ રોડને વિશાળ રનિંગ ટ્રેકમાં ફેરવ્યો : જુઓ વિડિયો : દુબઈના ક્રાઉન પ્રિન્સ, યુએઈના નાયબ વડા પ્રધાન, સંરક્ષણ પ્રધાન અને દુબઈની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અધ્યક્ષ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમની આગેવાની હેઠળ, આ કાર્યક્રમ આરોગ્ય અને સુખાકારીની ઉજવણી હતી.3:01 PM IST
માનવ તસ્કરી કેસમાં અમેરિકા બોર્ડર પર ગુજરાતના ડિંગુચા પરિવારના ૪ સભ્યોનો મોત કેસમાં અમેરિકાની મિનેસોટા જ્યૂરીએ ભારતીય મૂળના હર્ષ પટેલ ઉર્ફે ડર્ટી હેરી સહિત ર આરોપીને દોષિત ઠેરવ્યા : 2022માં બોર્ડર ક્રોસ કરતા સમયે ૪ સભ્યોનો મોત થયા હતાઃ બોર્ડર ક્રેસ કરતા સમયે ઠંડીના કારણે ૪ ગુજરાતીના મોત થયા હતા.11:19 AM IST
રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત પૂ. મોરારીબાપુની રામકથામાં હજુ 24 કલાક નથી થયા ત્યાં સવા કરોડનું દાન એકત્રિત : ઉદ્યોગપતિ પરિવાર દ્વારા એક લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ : પૂ. મોરારીબાપુ- વ્યાસપીઠ તરફથી પાંચ લાખની જાહેરાત : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિજયભાઈ રૂપાણી સહિતનાની ઉપસ્થિતિ : સદભાવના દ્વારા ઈશ્વરીય વ્યવસ્થા અને પર્યાવરણ બચાવવાના અભિયાનને સૌ લોકોએ તન મન અને ધનથી સહયોગ આપવો જોઈએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી12:30 PM IST

SGVP સ્વામિનારાયણ ગુરકુલમાં સંત નિવાસમાં બિરાજીત ઘનશ્યામ મહારાજને રાજસ્થાની પાઘ અને બનારસી વાઘા ધરાવી પુજારીએ પંચોપચાર પૂજન કર્યુ હતું. કનુભગત
અકિલા સોશ્યિલ મીડિયાસરકારે અનુસુચિત જનજાતિના પોસ્ટ મેટ્રિકના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ યોજનાને બંધ કરી દોગલી નીતિ અપનાવી : ચૈતર વસાવા : સરકારના આ નિર્ણયથી લગભગ 50000થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે: યુવરાજસિંહ જાડેજા:ભાજપ સરકારે આદિવાસી સમાજ પ્રત્યેની પોતાની જે વૃત્તી હતી, તે જાહેર કરી: ચૈતર વસાવા:10 દિવસમાં સરકાર આ નિર્ણયને પરત નહીં ખેંચે તો ગાંધીનગરમાં પીડિત વિદ્યાર્થીઓને સાથે રાખીને બીરસા મુંડા કચેરીનો ઘેરાવ કરીશું: યુવરાજસિંહ જાડેજા10:05 PM IST
શિયાળામાં લસણના કૂદકે ને ભૂસકે વધતા જતા ભાવે મધ્યમ વર્ગનું બજેટ ખોરવી દીધું : બે વર્ષ અગાઉ 70 રૂપિયે કિલો વેચાતા લસણ માટે હાલ રૂપિયા 500 સુધી ખર્ચવા પડતા ગૃહિણીઓ હેરાન : ગત બે વર્ષ દરમિયાન ભાવ એટલા નીચા આવી ગયા હતા કે ખેડૂતોને લસણ ફેંકવું પડયું હતું પરંતુ આ વર્ષે કમોસમી વરસાદથી નુકસાન થયું,બે વર્ષ અગાઉ લસણની કિંમત ખૂબ જ ઓછી હોવાથી ખેડૂતોને પણ તેના પાકમાં ખાસ રૂચી રહી નહોતી1:27 PM IST
અમદાવાદ માં ઓનએનજીસી ના ૯૮ વર્ષના નિવૃત્ત જનરલ મેનેજર હરીશકુમાર શ્યામસુંદર અરોરા સાથે1.51 કરોડનું ONLINE ફ્રોડ : વિશ્વાસમાં લેવા માટે નફામાંથી એક લાખની રકમ વિડ્રો કરવા દીધા : સાયબર કાઈમબ્રાંચમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ : 2024માં શેર બજાર અંગેના યુટ્યૂબ વીડિયો જોતા ફરિયાદીએ એક એક પર પ્રેસ કરતા તેઓને વોટસએપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા બાદ ફરિયાદીને ફોન પર આરોપીઓ રોકાણ કરવા જણાવતા : IIFLની એપ ડાઉનલોડ કરાવી આરોપીઓએ ફરિયાદી પાસે રોકાણ કરાવ્યું'તુ3:14 PM IST
ફલોલના કોર્ટ પાસે ગોઝારો અકસ્માતઃ શાકભાજી વેચતા ફેરિયાઓ ઉપર કાર ફરી વળીઃ એક મહિલાનું મોતઃ છ લોકો ઇજાગ્રસ્ત : અકસ્માત કરનાર કારના ચાલકની પોલીસે કરી ધરપકડઃ અકસ્માતમાં મહિલાનું મોત નીપજતા તેના પરિવારજનો ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો હતો પરિવારજનોએ હોસ્પિટલમાં રો ક્કડ કરી મુકતા હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા.1:03 PM IST
અમદાવાદના અસારવાની સ્કૂલના ટ્રસ્ટી હોવાનું અને મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયું હોવાનું કહીને ભાડે ગાડી લઈ છેતરપિંડી આચરતો મેહુલ શાહ ઝડપાયો : સરકારી અધિકારી હોવાનો રોફ જમાવતો : પ્રતિક શાહ ગાડી ભાડે લેવા આરોપી મેહુલે સરકારી વિભાગમાં ઊંચી પોસ્ટ પર અધિકારી હોવાનું કહીને ડ્રાઇવર સાથે ગાડી માગી હતી : આરોપી મેહુલે ગૃહ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ, સચિવ ગૃહ મંત્રાલય, ગાંધીનગરનો લેટર આપીને સાયરન અને સરકારનું સ્ટીકર લગાવડાવ્યું હતું4:06 PM IST
ધારાસભ્ય ચૈતર વસાવા લોકો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના વહીવટી સંકુલમાં ધરણા પર બેઠા : જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે તે લોકોને પોતાના ગામમાં જ હવે રિક્ષા ચલાવવા માટેની પણ પરમિશન આપવામાં આવતી નથી: ચૈતર વસાવા:નર્મદાના અસરગ્રસ્તો ગુજરાન ચલાવવા માટે પોતાના વિસ્તારમાં રીક્ષા ચલાવે તો પણ તેમને ડીટેઇન કરવામાં આવે છે: ચૈતર વસાવા9:59 PM IST
અમદાવાદ સહિત ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ઠંડીમાં ધીમે ધીમે વધારો : અમદાવાદનું લઘુતમ તાપમાન ચાર ડિગ્રી ઘટીને હવે 15.7 ડિગ્રી નોંધાયું : અમદાવાદના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.3 ડિગ્રીનો ઘટાડો થયો : હવામાન વિભાગની આગાહી : આગામી 3 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેશે1:20 PM IST
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૭૪ મું અંગદાન : છેલ્લાં બે ત્રણ વર્ષમાં અંગદાન અંગે લોકો માં જાગૃતિ વધતા અંગદાન માટે પરીવારજનો ની સંમતિ મેળવવાનું થયુ સરળ:ડૉ. રાકેશ જોષી, તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ, અમદાવાદ : સતત ત્રણ વર્ષથી સિવિલ હોસ્પિટલ અમદાવાદની અંગદાનક્ષેત્રે શ્રેષ્ઠતમ કામગીરી : સિવિલ હોસ્પિટલમાં વધુ એક ગુપ્ત અંગદાન: સિવિલ હોસ્પિટલ ને ૧૭૪ માં અંગદાન થકી બે કીડની, એક લીવર અને એક સ્વાદુપિંડ(pancreas)નું દાન મળ્યું3:40 PM IST
અમદાવાદમાં ઉતરાયણ પહેલા વાહન ચાલકો માટે ચેતવણીરૂપ કિસ્સો : ઘોડાસર વિસ્તારમાં બાઇક ઉપર પસાર થઈ રહેલા યુવકનું ચાઇનીઝ દોરીથી ગળુ કપાતાં સ્થળ ઉપર મોત : ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ : હજુ ઉત્તરાયણ પર્વને બે મહિના બાકી છે ત્યારે અત્યારથી રોડ ઉપર પતંગ ચગાવવાના શરુ થઈ ગયા3:13 PM IST
વર્લ્ડ હેરિટેજ વીક- ૨૦૨૪ : ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર : છેલ્લા બે વર્ષમાં ૮૦ હજારથી વધુ દેશ- વિદેશના મુલાકાતીઓએ ચાંપાનેરની મુલાકાત લીધી : એક સમયની ગુજરાતની રાજધાની ચાંપાનેર આજે પણ સાચવીને બેઠી છે વૈશ્વિક ઐતિહાસિક ધરોહર : ચાંપાનેરને મળ્યો હતો વર્ષ ૨૦૦૪માં ‘UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ’નો દરજ્જો2:28 PM IST
ટ્રકમાં ફેલ્સપાર પાવડરની બોરીની આડમાં છુપાવી લાખોનો દારૂનો જથ્થો સાથે બે ઇસમો ઝડપાયા : પોલીસે ટ્રક સહીત ૩૩ લાખથી વધુના મુદામાલ કબ્જે લીધોઃ કામગીરીમાં એલસીબી પીએસઆઈ બી વી બોરીસાગર, ભરતભાઈ વાઘેલા, વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, મનરૂપગીરી ગૌસ્વામી, ધર્મરાજસિંહ જાડેજા, રવિરાજભાઈ પટગીર, સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા સહિતની એલસીબી ઝોન ૧ રાજકોટ શહેર ટીમની સફળતા4:48 PM IST
૮થી ૧૪ નવેમ્બર સુધી સદ્ગુરૂદેવ ભગવાનશ્રીનો ભવ્ય જન્મજયંતિ મહોત્સવ : શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ અને પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ દ્વારા દીપાવલીથી લાભ પાંચમ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો : તા. ૧૩મીએ પૂજ્ય ગુરુદેવની જન્મજયંતિ નિમિત્તે લઘુરામયજ્ઞ, ષોડશોપચાર પૂજન, ભક્તિસંગીત, ચરણપાદુકા દર્શન, વિનામૂલ્યે સુપર મેગા નેત્રયજ્ઞ અને છોલે-પૂરી તથા ડ્રાયફ્રૂટ લચકાનો મહાપ્રસાદઃ તા. ૧૪મીએ અન્નકૂટ દર્શન10:03 AM IST
રાજકોટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં નવીનીકરણ પામેલી પોલીસ ચોકીનું બ્રજેશકુમાર ઝાના હસ્તે લોકાર્પણ : સ્વ. હરીભાઈ ધવાની સ્મૃતિમાં પૂર્વ ડેપ્યુટી મેયર વિનુભાઈ ધવા અને વેપારી અગ્રણીઓના સહયોગથી પોલીસ ચોકીને મળ્યો નવો ઓપ : પોલીસ અને પ્રજા વચ્ચે સહકારનું પ્રેરણાદાયી ઉદાહરણ : પોલીસ ચોકીના નવીનીકરણ માટે પૂર્વ ડેપ્યુટી મેયર વિનુભાઈ ધવાએ ઉઠાવેલી જહેમત અને સતત કરેલા પ્રયત્નોની ચોમેર પ્રશંસા : ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વેપારી અગ્રણીઓ અને સ્થાનિક રહેવાસીઓની વિશેષ ઉપસ્થિતિ10:42 AM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
IPL 2025ની મેગા ઓક્શનમાં ઋષભ પંત,કેએલ રાહુલ, શ્રેયસ અય્યર,જોસ બટલર,મોહમ્મદ શમી સહિતના ખેલાડીઓ પર રહેશે તમામની નજર : 20 કરોડ રૂપિયા સુધીની બોલી શકે છે : હરાજી માટે ઘણા મોટા નામો મેદાનમાં હશે, જેના પર ટીમો 20 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. એવા અનેક ખેલાડીઓ છે જેના પર ટીમો મોટી બોલી લગાવવા માટે તૈયાર થશે12:54 PM IST
ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર 400+ રનની લીડ મેળવી લીધી : ઉપરા-ઉપર વિકેટ પડ્યા પછી કોહલી-સુંદરે દાવ સંભાળ્યો:સાચવીને બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન બોલર્સ થાકી ગયા : જયસ્વાલની સિક્સર સાથે સેન્ચુરી, રાહુલ સાથે 201 રનની ઓપનિંગ ભાગીદારી : વિરાટના ચોગ્ગાથી ભારતીય ટીમની લીડ 350ને પાર : ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પર 350 રનની લીડ મેળવી : વિરાટ કોહલીએ 93મી ઓવર નાંખી રહેલા પેટ કમિન્સના પહેલા બોલ પર સ્ટ્રેટ ડ્રાઈવ પર ચોગ્ગો ફટકાર્યો1:52 PM IST
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર 500+ રનની લીડ મેળવી લીધી : વિરાટ કોહલી અને નીતિશ રેડીની સટાસટી : વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં પાંચમી અડધી સદી ફટકારી : ઓસ્ટ્રેલિયા પહેલી ઇનિંગમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું : ભારતને પહેલી ઇનિંગના આધારે 46 રનની લીડ મળી : વોશિંગ્ટન સુંદર 29 રન બનાવીને આઉટ થયો,તેને નાથન લાયને બોલ્ડ કર્યો3:27 PM IST
ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં યશસ્વી જયસ્વાલે સદી ફટકારીને રચ્યો ઈતિહાસ : સચિન તેંડુલકરની બરોબરી કરી : જયસ્વાલે મુશ્કેલ પીચ પર 205 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરીને 23 વર્ષની ઉંમર પહેલા સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો12:45 PM IST
ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલ હવે ડોન બ્રેડમેન અને માઈકલ હસીના જેવા ખેલાડીઓની ક્લબમાં સામેલ : 15 ટેસ્ટ બાદ ચોથો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો : યશસ્વી જયસ્વાલે જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કર્યું હતું, પહેલી જ ટેસ્ટમાં સદીની ઇનિંગ રમી હતી. યશસ્વી જયસ્વાલની અત્યાર સુધીની કારકિર્દીમા ભારત માટે 15 ટેસ્ટ મેચની 28 ઇનિંગ્સમાં 1568 રન બનાવ્યા 1:52 PM IST
વિરાટ કોહલીએ 16 મહિના પછી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો : પર્થની ધરતીને હચમચાવી દીધી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચની બીજી ઈનિંગમાં વિરાટ કોહલીનુ શાનદાર પ્રદર્શન : વિરાટે છેલ્લે જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી : વિરાટ કોહલીએ પોતાની 30મી ટેસ્ટ સદી ફટકારીને પર્થને યાદગાર બનાવ્યો અને ઈતિહાસ રચ્યો. હવે તે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો3:21 PM IST
દયા....કૂછ તો ગરબડ હે...:21 ડિસેમ્બરથી CIDની નવી સીઝન શરૂ થશે દર શનિવાર અને રવિવારે રાત્રે 10 વાગ્યે સોની ટીવી પર ટેલિકાસ્ટ : ACP પ્રદ્યુમન , ઓફિસર દયા, અને અભિજીતનો અભિનય જોવા મળશે : આ વખતે શોમાં એક ટ્વિસ્ટ છે અને પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે અભિજીત અને દયા એકબીજાના દુશ્મન બની ગયા છે, આવું કેમ થયું ?1:35 PM IST






















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



















































































































































