News of Sunday, 24th November 2024
60 ટકા મુસ્લિમ મતદારોની બેઠક પર પોણા બે લાખ મતોથી એકમાત્ર હિંદુ ઉમેદવાર બાજી મારી
આ બેઠક પર મુસ્લિમ બહુમતી હોવા છતાં 11 મુસ્લિમ ઉમેદવારોને હરાવીને ભાજપના હિંદુ ઉમેદવાર જીત્યા છે જ્યારે સપાની ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ.

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીના પરિણામો બાદ કુંદરકી બેઠક પરના પરિણામે ભાજપને ખુશખુશાલ કરી દીધું છે તો સપા સહિત વિપક્ષી પાર્ટીઓને ઝટકો આપ્યો છે. અંદાજે ત્રણ દાયકા બાદ આ બેઠક પર ભાજપ કમળ ખિલાવી શક્યું છે. વળી આ બેઠક પર મુસ્લિમ બહુમતી હોવા છતાં 11 મુસ્લિમ ઉમેદવારોને હરાવીને ભાજપના હિંદુ ઉમેદવાર જીત્યા છે. જ્યારે સપાની ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ. અહીંના પરિણામોએ રાજકીય વિશ્લેષકોને પણ ચોંકાવી દીધા છે.
ઉત્તર પ્રદેશની વિધાનસભા બેઠકો પર થયેલ પેટા ચૂંટણીના મતદાનમાં કુંદરકી બેઠક પર સૌથી વધુ મતદાન થયું છે. અહીં EVMમાં 2 લાખ 21 હજાર 999 મત પડ્યા હતા અને પોસ્ટલ વોટ દ્વારા 98 મત એટલે કે કુલ 2 લાખ 22 હજાર 97 મત પડ્યા હતા. જેમાંથી એકલા ભાજપના ઉમેદવાર રામવીર સિંહને 1 લાખ 70 હજાર 371 વોટ મળ્યા છે. પોસ્ટલ બેલેટ દ્વારા પડેલા 98 વોટમાંથી રામવીરને સૌથી વધુ 68 વોટ મળ્યા છે. ભાજપના જે કુલ મતદાનની ટકાવારીના 76.71 છે. ઉમેદવાર સરકારી અધિકારીથી લઈને સામાન્ય જનતામાં પણ સૌથી વધુ પસંદ ઉમેદવાર હતા તેનો સ્પષ્ટ અર્થ મતદાનના આંકડા સમજાવી આપે છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
