News of Sunday, 24th November 2024
આરએસએસ વગર ભાજપ અધૂરી:હજુ સંઘ પાસે છે ભાજપને ચૂંટણીમાં સફળતા અપાવવાની ચાવી
મહારાષ્ટ્રમાં ભાજપની જીતે સ્પષ્ટ કરી દીધું છે કે, ભાજપ ગમે તેટલી મોટી રાજકીય પાર્ટી બની ગઈ હોય, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વગર તેની તાકાત અડધી જ છે.

નવીદિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ બતાવે છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પાસે આજે પણ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં સફળતા અપાવવાની ચાવી છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હાલમાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપની બેઠકો ઓછી આવ્યા પછી વિધાનસભાની ચૂંટણીમાં “અરાજકતાવાદિયો અને વોટ જિહાદિયો” સામે લડવાને માટે સંઘની મદદ માંગી હતી.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના એક મહિના પહેલા આરએસએસએ રાજ્યમાં એક લાખથી વધુ કાર્યકર્તા, ખાસકરીને વિદર્ભ, પશ્ચિમી મહારાષ્ટ્ર, મુંબઈ અને મરાઠવાડના ગ્રામીણ ક્ષેત્રોમાં “ સજાગ રહો” વિશેષ અભિયાન ભાજપના નેતૃત્વ વાળા ગઠબંધનના પક્ષમાં જનમત તૈયાર કરવાને માટે ચલાવ્યું હતું. જેમાં સ્વયંસેવકોનું નાનું ગ્રુપ (૮-૧૦ સેવકોનું) રચીને રાજ્યના દરેક ખૂણામાં લોકો સુધી પહોંચી ગયું હતું, અને પરિવારો સાથે સંપર્ક કરી હિન્દુઓ સંગઠીત થાવ, ભાજપને સ્પષ્ટ સમર્થન આપ્યા સિવાય રાષ્ટ્રીય હિત, હિન્દુત્વ, સુશાસન વિકાસ, લોક કલ્યાણ અને સમાજ સાથે સંબંધીત જુદા જુદા સ્થાનીક મુદ્દાઓ ઉપર ચર્ચા કરીને જનમત તૈયાર કર્યો હતો. પરિણામસ્વરૂપે મહારાષ્ટ્રમા ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. મહારાષ્ટ્રમાં મતદાન સમાપ્ત થયા પછી દેવેન્દ્ર ફડણવીસ નાગપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. મહારાષ્ટ્રમાં ભાજપની જીતે સ્પષ્ટ કરી દીધું છે કે, ભાજપ ગમે તેટલી મોટી રાજકીય પાર્ટી બની ગઈ હોય, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વગર તેની તાકાત અડધી જ છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
