<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

IPL ઓક્શન 2025 : શ્રેયસ ઐયર IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો : સ્ટાર્કને પાછળ છોડીને જાણો કેટલી કિંમતે વેચાયો...

શ્રેયસ અય્યર IPLમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે : કેપ્ટનશિપના તેના ખાસ અનુભવને કારણે શ્રેયસ અય્યર માટે મોટી બોલી લગાવવાની સંભાવના હતી

દુબઈ : કેકેઆરને જીત અપાવનાર કેપ્ટન શ્રેયસ અય્યરને આ વખતે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. તેની હકાલપટ્ટીનું કારણ પગાર અંગે સર્વસંમતિનો અભાવ હોવાનું કહેવાય છે. KKR એ તેમના ટ્રોફી વિજેતા સુકાનીને પડતો મૂક્યો અને તે હરાજીમાં આવ્યો, ત્યારબાદ તેના માટે બિડિંગ યુદ્ધ શરૂ થયું હતું.

શ્રેયસ અય્યરની 2 કરોડ રૂપિયાથી બોલી શરૂ થઈ હતી અને પંજાબ કિંગ્સ સાથે બોલી યુદ્ધ જોવા મળ્યું હતું. KKR નિયમિત બિડ કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે પંજાબે બિડ છોડી દીધી, ત્યારે દિલ્હી કેપિટલ્સનો બીડિંગમાં પ્રવેશ થયો. આ પછી કેકેઆર અને દિલ્હી વચ્ચે બીડિંગ યુદ્ધ થયું. જ્યારે કેકેઆરએ બોલી છોડી ત્યારે પંજાબ અને દિલ્હી વચ્ચે બીડિંગ યુદ્ધ થયું હતું.

દિલ્હીએ તેના માટે બોલી લગાવવાનું ચાલુ રાખ્યું અને પંજાબ સાથે સ્પર્ધા ચાલુ રહી. તે ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય બેટ્સમેન બન્યો. આ રકમ રૂ. 18 કરોડને વટાવી ગઈ અને તે અર્શદીપને પાછળ છોડીને સૌથી મોંઘો વેંચાનાર ભારતીય ખેલાડી બન્યો. તે 20 કરોડ રૂપિયાની બોલી મેળવનાર પ્રથમ ભારતીય પણ બન્યો. આ પછી, તે સ્ટાર્કને પાછળ છોડીને સૌથી મોંઘો ખેલાડી બન્યો અને બોલી 26 કરોડને પાર કરી ગઈ, અંતે તે પંજાબના ખાતામાં 26.75 કરોડ રૂપિયામાં ગયો.

શ્રેયસ અય્યર IPLમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. બાદમાં તેને ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આઈપીએલમાં ઐયરની કારકિર્દી પર નજર કરીએ તો તેણે કુલ 115 મેચ રમી છે. આ દરમિયાન તેના બેટમાંથી 3127 રન આવ્યા છે. તેણે 50 અડધી સદી ફટકારી છે.

કેપ્ટનશિપના તેના ખાસ અનુભવને કારણે શ્રેયસ અય્યર માટે મોટી બોલી લગાવવાની સંભાવના હતી. ગત સિઝનની ટાઈટલ જીતનો પણ આમાં મોટો ફાળો છે.

 

(4:49 PM IST)