News of Sunday, 24th November 2024
IPL 2025ના મેગા ઓક્શનની વચ્ચે જય શાહના ત્રીજી વખત પિતા બન્યા :પત્નીએ આપ્યો દિકરાને જન્મ
જય શાહ પહેલેથી જ 2 દીકરીઓના પિતા છે. હાલમાં જય શાહ સાઉદી અરેબિયામાં છે.

IPL 2025 માટે બે દિવસીય મેગા ઓક્શનનું આયોજન સાઉદી અરેબિયામાં કરવામાં આવ્યું છે. ત્યારે ઓક્શનના પહેલા જ દિવસે BCCIના સેક્રેટરી જય શાહના ઘરે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના દિકરા જય શાહ ત્રીજીવાર પિતા બન્યા છે. જય શાહના પત્ની ઋષિતા પટેલે દિકરાને જન્મ આપ્યો છે. જય શાહ પહેલેથી જ 2 દીકરીઓના પિતા છે. હાલમાં જય શાહ સાઉદી અરેબિયામાં છે.
આજે રવિવારે સાઉદી અરેબિયામાં IPL 2025ને લઈને મેગા ઓક્શન ચાલી રહ્યું હતું. આ દરમિયાન IPLના ચેરમેન અરુણ ધૂમલે જય શાહના પત્નીએ દિકરાને જન્મ આપ્યો હોવાના સમાચાર આપ્યા હતા. અરુણ ધૂમલે જય શાહને શુભેચ્છા પાઠવી હતી અને તેમને ‘‘ભારતના ઓફ-ફીલ્ડ કેપ્ટન’’ ગણાવ્યા હતી. તેમણે કહ્યું હતું કે, ‘હું ભારતના ઓફ-ફીલ્ડ કેપ્ટન જય શાહને શુભેચ્છા પાઠવું છું’ શિખર ધવને પણ જય શાહને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી છે.
જય શાહ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે પણ ચૂંટાયા છે. તેઓ આવતા મહિને જ ICC અધ્યક્ષની ખુરશી પર બેસવા જઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ICC અધ્યક્ષ માટે ઓગસ્ટ 2024માં ચૂંટણી યોજાઈ હતી. જે બાદ જય શાહ ચેરમેન તરીકે ચૂંટાયા હતા. અગાઉ ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલે આ જવાબદારી સંભાળી રહ્યા હતા. પ્રથમ વખત કોઈ ભારતીયને ICC અધ્યક્ષ બનવાની તક મળી છે.
જય શાહે પહેલીવાર 2009માં ગુજરાત ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનથી શરૂઆત કરી હતી. ઓક્ટોબર 2019માં તેઓ BCCIના નવા સચિવ તરીકે ચૂંટાયા હતા. જય શાહ 2021થી 2024 સુધી એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
